Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ઓરંગુટનને સેક્સ સ્લેવ બનાવી, ઘરેણાં પહેરાવી રજુ કરતા

ઇન્ડોનેશિયામાં હેવાનિયતની એક એવી ખબર સામે આવી છે જે માનવતાને શર્મસાર કરી નાખે છે. અહીં એક માદા ઓરંગુટન સાથે હેવાનિયત કરવામાં આવી છે.

ઇન્ડોનેશિયામાં હેવાનિયતની એક એવી ખબર સામે આવી છે જે માનવતાને શર્મસાર કરી નાખે છે. અહીં એક માદા ઓરંગુટન સાથે હેવાનિયત કરવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ તેને સેક્સ વર્કર બનાવી દેવામાં આવી અને ઘણા લોકોએ તેની સાથે જબરજસ્તી કરી. હાલત એવી થઇ ચુકી છે કે હવે જયારે પણ તે કોઈ માણસને પોતાની તરફ આવતા જુવે છે, તે ડરી જાય છે અને જોર જોરથી રડવા લાગે છે. તેને ચેનથી બાંધવામાં આવી હતી. આવું ઘણા વર્ષો સુધી ચાલતું રહ્યું. આખરે જયારે વનવિભાગને તેના વિશે જાણકારી મળી ત્યારે તેમને તે જગ્યા પર છાપો મારીને ઓરંગુટનને આઝાદ કરાવી. આ મામલે ચાર આરોપીઓની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. વનમાનુષને ઉપચાર માટે હોસ્પિટલ મોકલવામાં આવી છે. તો વિસ્તારથી જાણો આખો મામલો...

આરોપી નાની ઉંમરમાં જ જંગલથી ઓરંગુટનને ચોરી લાવ્યા હતા

આરોપી નાની ઉંમરમાં જ જંગલથી ઓરંગુટનને ચોરી લાવ્યા હતા

ડેલી મેલમાં છપાયેલી ખબર અનુસાર પોની નામની માદા ઓરંગુટનને ફેબ્રુઆરી 2003 દરમિયાન જંગલથી ત્યારે ચોરી કરવામાં આવી હતી જયારે તે ખુબ જ નાની હતી. આરોપીઓએ તેને ઘરમાં બંધ કરીને રાખી હતી. આ વાતની સ્થાનીય પોલીસને ખબર ત્યારે પડી જયારે તેને વેશ્યાલય પહોંચાડી દેવામાં આવી હતી.

વેશ્યાલયમાં ગ્રાહકો બે પૉન્ડ આપી તેની સાથે સેક્સ કરતા

વેશ્યાલયમાં ગ્રાહકો બે પૉન્ડ આપી તેની સાથે સેક્સ કરતા

વેશ્યાલયમાં આવતા ગ્રાહકો માટાભાગે ખેડૂત વર્ગ હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તાડની ખેતી કરતા ખેડૂતો 2 પૉન્ડ આપીને તેની સાથે સેક્સ કરતા હતા. માદા ઓરંગુટન પાસે વેશ્યાવૃત્તિ કરાવતા દલાલે તેને સેક્સની ઘણી મુદ્રાઓ શીખવાડી હતી. જયારે પણ ઓરંગુટન ગ્રાહકની વાત માનવાની ના પાડતી ત્યારે દલાલ તેની પીટાઈ કરતો.

ગ્રાહકો સામે રજુ કરતા પહેલા ઘરેણાં પહેરાવવામાં આવતા

ગ્રાહકો સામે રજુ કરતા પહેલા ઘરેણાં પહેરાવવામાં આવતા

ઓરંગુટનને વેશ્યાલયથી બચાવનારા રાહતકર્મીઓ ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેના આખા શરીરને શેવ કરવામાં આવ્યું હતું. કોઈ ગ્રાહક સામે રજુ કરતા પહેલા તેને ઘરેણાં પહેરાવવામાં આવતા અને પરફ્યુમ પણ છાંટવામાં આવતું હતું. જયારે પણ દરવાજા પર કોઈ દલાલ દેખાતો ત્યારે તે સમજી જતી કે ગ્રાહક લઈને આવ્યો છે અને હવે તેની સાથે બળજબરી કરવામાં આવશે. સ્થિતિ એવી છે કે હજુ પણ તે કોઈ વ્યક્તિને જુએ છે ત્યારે ડરી જાય અને જોર જોરથી ચીસો પાડે છે.

આ પણ વાંચો: વીડિયો: ટાર્ગેટ પૂરો નહીં થવા પર પેશાબ પીવડાવ્યો અને વંદા ખવડાવ્યા

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X