For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લાસ વેગાસમાં હિલેરી ક્લિન્ટન પર જુતું ફેંકાયુ; મહિલાની અટકાયત

|
Google Oneindia Gujarati News

લાસ વેગાસ, 11 એપ્રિલ : અમેરિકામાં ગુરુવારે ભૂતપૂર્વ સ્ટેટ સેક્રેટરી હિલેરી ક્લિન્ટન પર એક મહિલાઓ જુતું ફેંક્યું હતું. તેઓ લાસ વેગાસમાં રિસાયકલિંગ વિષય પર લેક્ચર આપવા ગયા હતા.

લાસ વેગાસમાં યોજાયેલા કાયક્રમમાં હાજરી આપવા આવેલા અમેરિકાના પૂર્વ વિદેશપ્રધાન હિલેરી ક્લિંટન પર એક મહિલાએ જૂતું ફેંક્યું છે. જોકે હિલેરી નીચા નમી જતા તેમને આ જૂતું વાગ્યું ન હતું. બાદમાં પોલીસે આ મહિલાની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

hillary-clinton

ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્ક્રેપ રિસાઇકલિંગ ઇન્ડ્રસ્ટ્રીની બેઠકમાં સંબોધન માટે હિલેરી અહીં મહેમાન હતા. અહીં તેઓ સંબોધન માટે સ્ટેજ પર આવ્યા. થોડી જ વારમાં ઓડિયન્સમાં હાજર એક મહિલાએ હિલેરી પર તેનું જૂતું ફેંક્યું હતું.

હિલેરીએ આ હુમલાને હળવાશથી લેતા કાર્યક્રમમાં કહ્યું, શું કોઈ મારા પર કંઈ ફેકી રહ્યું છે, શું તે સર્કસ કળાનો ભાગ છે, બોલરુમમાં બેઠેલા હજારો દર્શકોએ હિલેરીની આ વાત પર હંસીને તાળીઓ વગાડી. જે બાદ તેમણે પોતાનું ભાષણ આપ્યું, ‘મને ખબર નહોતી કે ઘન કચરાનું વ્યવસ્થાપન આટલું વિવાદાસ્પદ છે'

અમેરિકાની જાસુસી સેવાના એજન્ટ બ્રાયન સ્પેલેસીએ કહ્યું કે મહિલાની પૂછપરછ થઈ રહી છે અને તેણે અપરાધિક આરોપોનો સામનો કરવો પડશે. બ્રાયને મહિલાની ઓળખ જાહેર કરવાનો ઇનકાર કર્યો છે. તેમણે સ્ટેજ પરથી કાળા અને ઓરેન્જ રંગનું એક જૂતું પણ શોધી લીધું છે.

English summary
Clinton was forced to duck Thursday when a female protester threw a shoe at her as she spoke at a Las Vegas event. Clinton had just begun a speech about recycling when the shoe whizzed by her right ear.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X