For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકા સાથે અચાનક મોટું યુદ્ધ થઈ શકે, ચીને સેનાને કહી દીધું- પહેલી ગોળી…

અમેરિકા સાથે અચાનક મોટું યુદ્ધ થઈ શકે, ચીને સેનાને કહી દીધું- પહેલી ગોળી…

|
Google Oneindia Gujarati News

બેઈજિંગઃ ચીન અને અમેરિકા વચ્ચે સાઉથ ચાઈના સી પર તણાવ વધી રહ્યો છે. આ દરમિયાન ચીન અમેરિકા સાથેનું તણાવ ઘટાડવાની કોશિશ કરી રહ્યું છે. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ તરફથી જણાવવામાં આવ્યું કે ચીને પોતાના મિલિટ્રીને આદેશ આપ્યો કે અમેરિકી સેનાઓ સાથે સાઉથ ચાઈના સી પર ચાલી રહેલા તણાવ વચ્ચે પહેલી ગોળી તેમના તરફથી ના ચાલવી જોઈએ. અમેરિકા અને ચીન વચ્ચે અહીં સતત તણાવ વધી રહ્યો છે. કોઈપણ સમયે સ્થિતિ અનિયંત્રિત થઈ શકે છે.

south china sea

અમેરિકા સાથે તણાવ ઘટાડવાની કોશિશ

હોંગકોંગથી નીકળતા અખબાર તરફથી જણાવવામાં આવ્યું કે ચીન નથી ઈચ્છતું કે અમેરિકાને તણાવપૂર્ણ સ્થિતિ કરવાનો કોઈ મોકો મળે. સૂત્રો તરફથી જણાવવામાં આવ્યું કે ચીને પોતાના પાયલટ્સ અને નેવી ઑફિસર્સને ઓર્ડર આપી દીધા છે કે અમેરિકી જેટ્સ અને વૉરશિપ્સ સાથે ટકરાવની સ્થિતિમાં વધુમાં વધુ સંયમ રાખે. ચીન અને અમેરિકાના રક્ષા મંત્રીઓ વચ્ચે પાછલા અઠવાડિયે ફોન પર વાત થઈ હતી. આ ફોન કોલ દરમિયાન અમેરિકાએ ચીનને વધુ મહત્વ નહોતું આપ્યું. પરંતુ કહેવાઈ રહ્યું છે કે ચીનની સરકારની સોચમાં બદલાવ આવ્યો છે. ચીનની સરકાર હવે સાઉથ અને ઈસ્ટ ચાઈના સી પર વધી ચૂકેલા તણાવને ઘટાડવાનો ફેસલો લઈ ચૂક્યા છે.

અમેરિકાને લઈ ચિંતા સતાવી રહી છે

પાછલા અઠવાડિયે અમેરિકાએ બે એરક્રાફ્ટ કેરિયર્સ યૂએસએસ નિમિત્જ અને યૂએસએસ રોના્ડ રીગનને સાઉથ ચાઈના સી પર તહેનાત કરી દીધા હતા. અમેરિકી નૌસેનાએ અહીં ચીનના દાવા વાળા ક્ષેત્રમાં અભ્યાસ કર્યો હતો. સાથે જ નાઈટ ડ્રિલ સર્વેલાન્સને પણ પૂરું કર્યું હતું. અમેરિકી જેટ્સ ચીનના ગુઆનદોંગ અને ફુજિયાન પ્રાંતમાં જોવા મળ્યા. ચીનની નેવીએ પણ તાઈવાન અને સાઉથ ચાઈના સીની નજીક ડ્રીલ પૂરી કરી હતી. સાથે જ તેમના જેટ્સે આ ક્ષેત્રોમાં ઉડાણ પણ ભરી હતી. સૂત્રો માને છે કે ચીનની સેનાને એ વાતની ચિંતા હતી કે અમેરિકા સાથે અચાનક અથડામણ થી શકે છે.

બેંગ્લોર હિંસામાં SDPI નેતા મુજમ્મિલ પાશાની ધરપકડ, અત્યાર સુધી 3 લોકોના મોતબેંગ્લોર હિંસામાં SDPI નેતા મુજમ્મિલ પાશાની ધરપકડ, અત્યાર સુધી 3 લોકોના મોત

English summary
situation may deteriorate between china and american army: source
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X