'ગણિતનો આ કોયડો ઉકેલોને બની જાવ કરોડપતિ'

maths
વોશિંગ્ટન, 6 જૂન: કરોડપતિ બનવાનું સપનું જોતાં લોકો માટે આ એક શ્રેષ્ઠ તક છે. તેમને પોતાની ઇચ્છા પુરી કરવા માટે બસ ગણિતના એક પ્રશ્નને ઉકેલવાનો છે. જો કે ગણિતનો આ કોયડો ઉકેલવો એટલો સરળ નથી. વર્ષોથી આ પ્રશ્ન બુદ્ધિમાન લોકોને પણ મૂંઝવણમાં મૂકી રહ્યો છે. જે આ કોયડો ઉકેલશે તેને ડલાસના એક અરબપતિ બેંકર 10 લાખ ડોલરનું ઇનામ આપશે.

રોડે આઇલેંડ સ્થિત અમેરિકન મેથેમેટિકલ સોસાયટીએ જાહેરાત કરી છે કે બીલ કંજેક્ચર નામના આ કોયડાને ઉકેલવા માટે ઇનામની રાશિ વધારીને 10 લાખ ડોલર કરી દિધી છે.

આ નંબર થ્યોરી સાથે સંબંધિત પ્રશ્ન છે. પ્રશ્ન અને ઇનામનું નામ ડી એંડ્ર્યૂ 'એંડી' બીલના નામ પર રાખવામાં આવ્યું છે. આ ડલ્લાસના બેંકર છે અને નંબર થ્યોરીમાં તેમને ઉંડો રસ છે. તે ઇનામ રાશિ પ્રદાન કરશે. બીલ કંજેક્ચર પહેલાં આ પ્રકારના ગણિતના એક પ્રશ્ન 'ફોર્મેટ્સ લાસ્ટ થ્યોરમ'ને 1990માં એંડ્ર્યૂ વિલ્સે રિચર્ડ ટેલની સાથે મળીને સોલ્વ કર્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X