મહિલા અનુયાયીઓ પર બળાત્કાર કરી કહેતો, ગૉડના કહેવાથી કર્યો, 15 વર્ષની જેલ

દક્ષિણ કોરિયાના એક ચર્ચમાં પાદરીને પોતાની આઠ મહિલા અનુયાયીઓ પર બળાત્કાર કરવાનો દોષિત સાબિત થયા બાદ 15 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે.

દક્ષિણ કોરિયાના એક ચર્ચમાં પાદરીને પોતાની આઠ મહિલા અનુયાયીઓ પર બળાત્કાર કરવાનો દોષિત સાબિત થયા બાદ 15 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે. વિવાદિત ધાર્મિક ગુરુ જેરોક લીને ગુરુવારે અદાલતે સજા સંભળાવી. લી પોતાની મહિલા અનુયાયીઓને કહેતો હતો કે ભગવાનનો આદેશ છે કે તે એમની સાથે સંબંધ બનાવે. ભગવાનના આદેશની વાત કરીને તે એમને ધમકાવતો અને બળાત્કાર કરતો હતો.

75 વર્ષનો લી દોષિત સાબિત થયો

75 વર્ષનો લી દોષિત સાબિત થયો

દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલની એક અદાલતે તેમને સજા સંભળાવતા કહ્યુ કે આ મામલો એટલા માટે વધુ ગંભીર બની જાય છે કારણકે તેણે ધાર્મિક આસ્થાનો ફાયદો ઉઠાવીને મહિલાઓને પોતાની શિકાર બનાવી. 75 વર્ષના લી પર ઘણા ગંભીર મામલા સાબિત થયા. તે 30 વર્ષોથી આવા ગુના કરી રહ્યો હતો.

લાખોમાં છે ફોલોઅર

લાખોમાં છે ફોલોઅર

લી માનમિન સેન્ટ્રલ ચર્ચનો હેડ છે. દાવો છે કે તેના લગભગ દોઢ લાખ ફોલોઅર છે અને દુનિયાભરમાં 10 હજાર બ્રાન્ચ છે. લી સાથે વિવાદનો નાતો પહેલેથી જ છે. તે પોતે ભગવાન હોવાનો દાવો પણ ભક્તો વચ્ચે કરતો રહ્યો છે. થોડા વર્ષો પહેલા તેણે નાનુ ચર્ચ શરૂ કર્યુ અને ધીમે ધીમે લાખોમાં પોતાના ફોલોઅર બનાવી લીધા.

અદાલતમાં ન દેખાયો પસ્તાવો

અદાલતમાં ન દેખાયો પસ્તાવો

અદાલતમાં તપાસ અધિકારીઓએ જણાવ્યુ કે તે પોતાના પ્રભાવ અને શક્તિઓનો ખોટો ઉપયોગ કરીને મહિલા અનુયાયીઓનું યૌન શોષણ કરતો હતો. તે કહેતો હતો કે તેની સાથે સેક્સ ના કર્યુ તો ભગવાન તેને ખતમ કરી દેશે. ગુરુવારે અદાલતમાં પણ તેણે પોતાના દુષ્કૃત્ય બદલ કોઈ અફસોસ ન દેખાડ્યો અને સમગ્ર મામલોને જ ખોટો ગણાવતો રહ્યો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X