છ કલાકમાં અંતરિક્ષ સ્ટેશન પહોંચ્યુ રશિયન યાન સોયૂઝ

આ યાનમાં સવાર ત્રણ યાત્રીઓને ત્યાં પહોંચવાથી ફરતી થયેલી પ્રયોગશાળામાં ઉપસ્થિત લોકોની સંખ્યા છ થઇ ગઇ.
અમેરિકાએ ક્રિસ કૈસીડી અને રશિયાના પાવેલ વિનોગ્રાદોવ અને અલેક્જેંન્ડર મિસુરકિનને પ્રશાંત મહાસાગર ઉપર, આ અંતરિક્ષ સ્ટેશન સાથે આંતરરાષ્ટ્રીય સમય અનુસાર 4.35 પર સંપર્ક જોડતા પહેલા આ અંતરિક્ષ યાનમાં છ કલાક સુધી યાત્રા કરી હતી.
વર્ષ 1997 અને 2006માં અંતરિક્ષમાં રહી ચૂકેલા 59 વર્ષીય વિનોગ્રાદોવને નાસા ટીવી પર કહેતા સાંભળવા મળ્યું કે, આ ઘણો જ સુંદર નજારો છે. પોતાની આંખો પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. આ નવો ચાલકદળ પૃથ્વી પર પરત ફરતા પહેલા અંતરિક્ષમાં પાંચ મહિના વિતાવશે.
અંતરિક્ષ યાન અને અંતરિક્ષ સ્ટેશન વચ્ચે દબાણ માટે એક સમાન સ્તર પર આવવામાં બે કલાકનો સમય લાગ્યો. સુરક્ષિત પ્રવેશ માટે એ જરૂરી હોય છે.
સ્ટેશનમાં હવામાં તરીને દાખલ થતી વખેત વિનોગ્રાદોવે મજાકિયા અંદાજમાં કહ્યું કે અરે કોઇ ઘરમાં છે?, ક્રિસ કૈસીડી, વિનોગ્રાદોવ અને મિસુરકિનનું સ્વાગત સ્ટેશન પર પહેલા મોજૂદ અમેરિકન ટોમ મૈશબર્ન, રશિયન રોમન રોમેનેંકો અને કનેડિયન ક્રિસ હૈડફિલ્ડે ખુશીથી જુમી ગયા અને ગળે લગાવીને કર્યું છે. આ લોકો ગત ડિસેમ્બરમાં આ સ્ટેશન પર હાજર છે.












Click it and Unblock the Notifications
