For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શ્રીલંકાઃ મુસ્લિમ મતદારોને લઈ જતી બસોને આતંકીઓએ બનાવી નિશાન, 100 બસ નિશાના પર

શ્રીલંકામાં શનિવારે મતદારોને લઈને જઈ રહેલી બસ પર હુમલો થયાના સમાચાર છે. લગભગ 100 બસોને નિશાન બનાવવાની કોશિશ કરવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

શ્રીલંકામાં શનિવારે મતદારોને લઈને જઈ રહેલી બસ પર હુમલો થયાના સમાચાર છે. જણાવવામાં આવી રહ્યુ છે કે લગભગ 100 બસોને નિશાન બનાવવાની કોશિશ કરવામાં આવી છે. એક પોલિસ અધિકારી તરફથી જણાવવામાં આવ્યુ છે કે હુમલાખોરોએ રસ્તા પર ટાયરો સળગાવીને રસ્તો બ્લૉક કરવાની કોશિશ કરી હતી. હજુ સુધી હુમલામાં કોઈના માર્યા જવાના સમાચાર નથી.

srilanka

મતદાન શરૂ થતા પહેલા હુમલો

પોલિસ તરફથી જણાવવામાં આવ્યુ કે મુસલમાન મતદાતાઓને લઈને જઈ રહેલી બસ પર નોર્થ વેસ્ટ શ્રીલંકામાં હુમલો થયો છે. હુમલો મતદાન શરૂ થયાના અમુક જ કલાક પહેલા થયો. કોલંબોથી લગભગ 240 કિલોમીટર દૂર તાંત્રિમાલેમાં થયેલા આ હુમલા વિશે પોલિસ તરફથી વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. પોલિસ અધિકારી તરફથી જણાવવામાં આવ્યુ છે કે હુમલાખોરોએ બસપર અચાનક ગોળી વરસાવવી શરૂ કરી દીધી અને પત્થર પણ ફેક્યા. ઓછામાં ઓછી બે બસોને નિશાન બનાવવામાં આવી છે પરંતુ હજુ સુધી કોઈને માર્યા ગયાના સમાચાર આવ્યા નથી. તમને જણાવી દઈએ કે શ્રીલંકામાં હાલમાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યુ છે અને રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સીરીસેનાનો કાર્યકાળ ખતમ થઈ રહ્યો છે.

આ પણ વાંચોઃ અયોધ્યા ચુકાદા પર ઓવૈસીએ ફરીથી આપ્યુ નિવેદન, 'મને મારી મસ્જિદ પાછી...'આ પણ વાંચોઃ અયોધ્યા ચુકાદા પર ઓવૈસીએ ફરીથી આપ્યુ નિવેદન, 'મને મારી મસ્જિદ પાછી...'

English summary
Sri Lanka: gunmen open fire on buses carrying voters.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X