For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મક્કામાં ફરી થયો અકસ્માત, ભાગદોડમાં 220 લોકોની મોત

|
Google Oneindia Gujarati News

મુસ્લિમોના સૌથી પવિત્ર સ્થળ મક્કામાં ફરી એક વાર મોટો અકસ્માત સર્જાયો છે. સાઉદી મીડિયા મુજબ અહીં ભાગદોડના કારણે લગભગ 220 લોકોની મોત થઇ છે અને 390 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ત્યાં હાજર રહેલા લોકોનું કહેવું છે કે ચારે બાજુ લાશો જ દેખાઇ રહી છે.

નોંધનીય છે કે આ વર્ષે ભારત તરફથી હજ માટે 1.30 લાખ ભારતીયો ગયો છે. અને તેમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ પણ છે. જો કે હજી સુધી તે નથી જાણવા મળ્યું કે કેટલા ભારતીયો આ દુર્ધટનામાં ઇજાગ્રસ્ત કે મૃત્યુ પામ્યા છે.

muslim

જાણકારી મુજબ મક્કામાં હજ યાત્રા દરમિયાન શેતાનને પથ્થર મારતી વખતે આ ભાગદોડ થઇ હતી. વળી આજે હજની અદાયગીનો છેલ્લો દિવસ છે. અને મક્કામાં આજે જ ઇદ છે. હાજી આજે જ દિન મીના, મુજદલફા અને મેદાન-એ-અરાફત બાદ જમેરાતમાં શેતાનને પથ્થર મારવાની રસ્મ અદા કરે છે.

વળી 12 સપ્ટેમ્બરના રોજ પણ નિર્માણ કાર્ય દરમિયાન એક વિશાયકાળ ક્રેન અચાનક જ પડતા લગભગ 107 લોકોની મોત થઇ હતી. જો કે આ પહેલા પણ અનેક વાર શેતાનને પથ્થર મારવાની રસમ દરમિયાન અનેક લોકોની મોત થઇ ચૂકી છે.

English summary
At around 150 haj pilgrims were killed and 390 reportedly have been injured in a stampede in Mecca.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X