For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લંડનમાં સંસદની બહાર લાગશે મહાત્મા ગાંધીની પ્રતિમા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

mahatma-gandhi
લંડન, 10 જૂન: આખી દુનિયાને અહિંસાના પાઠ ભણાવનાર મહાત્મા ગાંધી જેમને દુનિયામાં લોકો બાપૂના નામથી ઓળખે છે, હવે લંડનમાં સાંસદોના પ્રેરણા સ્ત્રોત બનશે. રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીની પ્રતિમાને લંડના પાર્લામેંટ સ્ક્વેરમાં લગાવવાનો નિર્ણય કર્યો છે. આ અંગે બ્રિટિશ વિદેશ મંત્રી વિલિયમ હેગ અને ત્યાંના નાણામંત્રી જોર્જ ઓસ્બોરર્ને જાણકારી આપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ બંને અત્યારે ભારતની યાત્રા પર આવ્યા હતા.

આ નિર્ણય પાછળના કારણ વિશે બ્રિટેનનું કહેવું છે કે આખી દુનિયામાં અહિંસા અને માનવાધિકારોની લડાઇ લડનાર મહાત્મા ગાંધીને આનાથી સારી રીતે શ્રદ્ધાંજલિ આપવાનો આ તેમનો એક વિચાર છે. બંને મંત્રીઓના એક નિવેદનમાં કહ્યું કે બ્રિટિશ પાર્લામેન્ટ આપણા લોકતંત્રનું પ્રતિક ચિન્હ છે અને મહાત્માજીની પ્રતિમા ત્યાં લગાવવાથી અમને તેમની વિચારધારા અને શિક્ષણને જાળવી રાખવાની પ્રેરણા મળશે.

બંને મંત્રીઓએ એક નિવેદનમાં કહ્યું કે બ્રિટિશ પાર્લામેંટ આપણા લોકતંત્રનું પ્રતિક ચિન્હ છે અને મહાત્માજીની પ્રતિમા ત્યાં લગાવવાથી અમને તેમની વિચારધારા અને શિક્ષણને જાળવી રાખવાની પ્રેરણા મળશે. ગાંધીજીનું લંડન સાથે એક ખાસ પ્રકારનો સંબંધ રહ્યો છે. તેમણે હજ્જારો પ્રભાવશાળી ભારતીય વિદ્યાર્થીઓની માફક જ ત્યાં શિક્ષા ગ્રહણ કરી હતી.

આ પ્રતિમા આગામી વર્ષ સુધી લાગી જશે અને તે સમયે મહાત્મા ગાંધીનું દક્ષિણ આફ્રીકાથી પુનરાગમના 100 વર્ષ થઇ જશે. દક્ષિણ આફ્રીકામાં તેમણે સ્વશાસનનો મંત્ર આપ્યો હતો. બંને મંત્રીઓએ કહ્યું કે તેમની પ્રતિમા તેમના કાર્યોની યાદ અપાવશે અને ત્યાં તેમની સાથે જોડાયેલા કાર્યક્રમ થતા રહેશે.

આગામી વર્ષે અહીં તેમની ભારત પુનરાગમની શતાબ્દી મનાવવામાં આવશે. આ પ્રકારે પુણ્યતિથીની 70મી વર્ષગાંઠ અને તેમના જન્મદિવસના 150 વર્ષને પણ અહીં ઉજવવામાં આવશે. બંને બ્રિટિશે પોતાની ભારત યાત્રા દરમિયાન મંગળવારે ગાંધી સ્મૃતિમાં તેમને શ્રદ્ધાંજલિ આપી. આ પ્રતિમાને બનાવવા માટે મશહૂર મૂર્તિકાર ફિલિપજૈકસનની સેવાઓ લેવામાં આવશે જેમણે રાજમાતાની મૂર્તિ બનાવી હતી.

આ મૂર્તિ ત્યાં લગાવવામાં આવશે જ્યાં નેલ્સન મંડેલા અને અબ્રાહમ લિંકનની પ્રતિમા છે અને તેના માટે ધન બ્રિટિશ સરકાર અને ઘણી એનજીઓ આપશે. બંને મંત્રીઓએ કહ્યું કે મહાત્મા ગાંધી ના ફક્ત ભારત પરંતુ આખી દુનિયા માટે જોરદાર પ્રેરણા સ્ત્રોત છે. આ પ્રતિમાને સ્થાપિત કરવા માટે એક ખાસ સલાહકાર સમૂહ બનાવવામાં આવ્યા છે જેમાં ઘણી નામી હસ્તીઓ છે.

English summary
Statue of Mahatma Gandhi will be installed outside London Parliament. British Ministers George Osborne and William Hague gave details about the project.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X