For Quick Alerts
For Daily Alerts
મેક્સિકોમાં અંગ્રેજીના વિરોધમાં 176 પ્રદર્શનકર્તાઓની ધરપકડ
મેક્સિકો, 16 ઓક્ટોબર: નવા અભ્યાસક્રમનો વિરોધ કરી રહેલા મેક્સિકોના વિદ્યાર્થીઓએ દેશી બોમ્બ ફેંક્યા, રોકેટ છોડ્યા, અને પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો. જેમાં અત્યાર સુધી 176 વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનામાં 10 પોલીસ જવાનો પણ ઘાયલ થયા છે.
આ પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ ગ્રામીણ વિસ્તારોમાં અધ્યાપક બનવાની તૈયારી કરી રહ્યા છે, અને તેઓ એ વાતને લઇને રોષે ભરાયા હતા કે અભ્યાસક્રમમાં અંગ્રેજી અને કમ્પ્યુટર સાઇન્સનો સમાવેશ કર્યો છે, જે મેક્સિકોના ગ્રામીણ વિસ્તારોમાં ઓછી પ્રાથમિકતાનો વિષય છે.
મિશોઆકાન નામના પ્રદેશના એક શહેરમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓને વેરવિખેર કરવા માટે ટિયરગેસના સેલ છોડ્યા હતા. વિવાદાસ્પદ અભ્યાસક્રમને લઇને રાજ્યસરકાર સાથેની વાતચીત નિષ્ફળ જવાથી વિદ્યાર્થીઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો.