નાઇજીરિયામાં મસ્જિદ પર આત્મઘાતી હુમલો, 50નું મૃત્યુ

Written By:
Subscribe to Oneindia News

પૂર્વોત્તર નાઇજીરિયામાં એડમવા રાજ્યમાં ઉત્તર-પૂર્વ શહેર મુબીમાં એક મસ્જિદ પર આત્મઘાતી હુમલામાં ઓછામાં ઓછા 50 લોકોનું મૃત્યુ થયું છે. મંગળવારે આ આત્મઘાતી બોમ્બ હુમલો થયો હતો. પોલીસ દ્વારા સમાચાર એજન્સિ એએફપીને આપવામાં આવેલ જાણકારીમાં 50 લોકોના મૃત્યુ અંગે પુષ્ટિ કરી હતી. રાજ્ય પોલીસના પ્રવક્તા ઓથમેન અબુબકરને આ હુમલા પાછળ બોકો હરમના જિહાદીઓના હાથ હોવાની આશંકા છે. નમાજ પઢી રહેલા લોકો વચ્ચે આ હુમલો થયો હતો.

bomb attack

મુબી કાઉન્સિલના ચેર પર્સન અહમદ મૂસાએ આ અંગે જણાવ્યું હતું કે, આ હુમલામાં 50 લોકોનું મૃત્યુ થયું છે અને લગભગ ડઝન જેટલા લોકો ઇજાગ્રસ્ત છે. તેમને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે, મૃતકોની સંખ્યામાં વધારો થવાની શક્યતા છે. હુમલા પાછળનું કારણ જાણી શકાયું નથી. આ મામલે વધુ જાણકારીની રાહ જોવાઇ રહી છે.

English summary
Suicide bomber kills at least 50 in northeast Nigeria.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.