ભારતીય લેખિકા સુષ્મિતા બેનર્જીની અફઘાનિસ્તાનમાં હત્યા

કાબુલ, 6 સપ્ટેમ્બર : ભારતની ખૂબ જ લોકપ્રિય લેખિકા સુષ્મિતા બેનર્જીની અફઘાનિસ્તાનના પાક્તિયા પ્રાંતમાં તેમના ઘરની બહાર ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. સુષ્મિતા બેનર્જી (49 વર્ષ)એ એક અફઘાની વેપારી સાથે લગ્ન કર્યા હતા. બીબીસીએ પોલીસના હવાલાથી ગુરુવારે આ સમાચાર આપ્યા.

બેનર્જીની હત્યા તેમના જ ઘરની બહાર કરવામાં આવી. વર્ષ 1995માં તાલિબાનમાં તાલિબાનની પકડમાંથી છૂટવાની નાટકીય ઘટના પર લખેલ પુસ્તક બેસ્ટ સેલર બની હતી અને તેની પર 2003માં બોલીવુડમાં એક ફિલ્મ પણ બની હતી.

afghanistan
બેનર્જી હાલમાં જ પોતાના પતિ સાથે રહેવા માટે અફઘાનિસ્તાન ગઇ હતી. 'એક કાબુલીવાળાની બંગાળી પત્ની' નામના પુસ્તકથી બેનર્જી ભારતમાં ખૂબ જ પ્રસિદ્ધિ મેળવી હતી. આ પુસ્તકમાં પોતાના પતિ જાબાંજખાનની સાથે અફઘાનિસ્તાનમાં રહેવા અને તાલિબાનીઓના કેદમાંથી બચવાની વાર્તા છે.

આ પુસ્તક પર 2003ની બોલીવુડ ફિલ્મ 'એસ્કેપ ફ્રોમ તાલિબાન' બની હતી. જેમાં પ્રમુખ ભૂમિકા મનીષા કોઇરાલાએ નિભાવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X