
લાપતા મલેશિયન વિમાનઃ ભારતમાં થઇ શકે છે 9/11 જેવો હુમલો!
નવી દિલ્હી, 16 માર્ચઃ શું લાપતા મલેશિયન વિમાન ભારત પર હુમલો કરવા માટે હાઇજેક કરવામાં આવ્યું છે? અમેરિકાના પૂર્વ ઉપ વિદેશ મંત્રી સ્ટ્રોબ ટાલ્બોટની વાત માનીએ તો મલેશિયન એરલાઇન્સની ફ્લાઇટ 370ને આતંકવાદીઓ દ્વારા એટલા માટે હાઇજેક કરવામાં આવ્યું છે, કારણ કે તેનાથી તેઓ ભારતના કોઇપણ શહેરમાં 9/11 જેવો હુમલો કરવા માગે છે. ટોલ્બોટે ટ્વીટર પર આ પ્રકારની આશંકા વ્યક્ત કરીને ભારતમાં સનસની મચાવી દીધી છે.
સપ્ટેમ્બર 2011માં અલકાયદાના આતંકવાદીઓએ અમેરિકાની એરલાયન્સના વિમાનને હાઇજેક કરીને અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટરની ઇમારત સાથે અથડાવ્યું હતું. આ હુમલામાં અંદાજે 3 હજાર જેટલા લોકોના મોત નીપજ્યાં હતા. નોંધનીય છે કે, મલેશિયા એરલાયન્સના વિમાન છેલ્લા 8 દિવસથી લાપતા છે. 8 માર્ચે કુઆલાલંપુરથી ઉડાન ભર્યાના એક કલાક બાદ આ વિમાન રહસ્યમયી રીતે લાપતા થઇ ગયું હતું. જેમાં ચાલક દળના 12 સભ્યો ઉપરાંત 227 યાત્રીઓ સવાર હતા, જેમાં પાંચ ભારતીય, 154 ચીની અને 38 મલેશિયન નાગરીક છે.
Malaysian plane mystery: Direction, fuel load & range now lead some to suspect hijackers planned a 9/11-type attack on an Indian city.
— Strobe Talbott (@strobetalbott) March 15, 2014