For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાળું નાણું: સ્વિસ બેન્કો આપશે શકમંદ ભારતીયોના નામની યાદી

|
Google Oneindia Gujarati News

ઝ્યુરિક, 22 જૂનઃ ભારતની કાળા નાણાં સામેની લડાઇને મજબૂત શક્તિ મળી રહી હોય તેમ, સ્વિત્ઝરલેન્ડ સરકાર દ્વારા ભારત સરકારેને એક યાદી આપવાની તૈયારી દર્શાવી છે. સ્વિત્ઝરલેન્ડ કેટલાક એવા ભારતીય ખાતેદારોની યાદી બનાવી રહી છે, જેમણે સ્વિસ બેન્કમાં અન ટેક્સેડ ધન જમા કરાવ્યું છે, જે માહિતી સભર યાદી ભારત સરકારને આપવામાં આવશે. માનવામાં આવી રહ્યું છેકે આ યાદી અનેક મોટામાથાઓના નામ બહાર પાડી શકે છે.

black-money
સ્વિસ સરકારના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છેકે દેશની વિવિધ બેન્કમાં જમાં રહેલા ફંડને લઇને એક જે તપાસ હાથ ધરવામાં આવી હતી, તેમાં અનેક શંકાસ્પદ ભારતીય નાગરીકો અને સંસ્થાઓના નામ સ્વિસ ઓથોરિટીને જાણવા મળ્યાં છે.

અધિકારીએ જણાવ્યા પ્રમાણે જ્યારે આ તપાસ હાથ ધરવામા આવી ત્યારે અનેક ભારતીય વ્યક્તિઓ અને સંસ્થાઓ દ્વારા સ્વિસ બેન્કમાં અન ટેક્સેડ રકમ જમા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું, જેમાં ટ્રસ્ટ્સ, કેટલીક લીગલ સંસ્થાઓ અને આવાસીય કંપનીઓ છે.

જો કે તેમણે બે દેશો વચ્ચેની દ્વિપક્ષીય માહિતી વિનિમય સંધિની ગોપનિયતાનો હવાલો આપીને એ લોકો અને સંસ્થા કે જેમનું ધન સ્વિસ બેન્કમાં જમા છે, તેમની ઓળખ છત્તી કરવાની ના પાડી છે. આ અધિકારીએ વધુમાં જણાવ્યું છેકે તેઓ ભારતની નવી સરકાર સાથે કામ કરવા આતુર છે અને કાળા નાણા માટે જે સિટની રચના કરવામાં આવી છે, તેને જે મદદની જરૂર રહેશે તે કરવાની પણ ખાતરી દર્શાવી છે.

નોંધનીય છેકે સ્વિસ બેન્કમાં ભારતીયો દ્વારા જમાં કરવામાં આવેલા રકમનો આંક 14 હજાર કરોડ રૂપિયાની આસપાસ છે. જોકે તેમણે વાત કહેવાનો ઇન્કાર કર્યો છેકે સ્વિસ બેન્કમાં ભારતીય દ્વારા જે ધન જમા કરાવવામાં આવ્યું છે તે કાળું નાણું છેકે નહીં.

English summary
Switzerland prepares list of Indians with suspected black Switzerland prepares list of Indians with suspected black money in its banks; details being shared with India: Swiss govt official.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X