For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દમિશ્કમાં આત્મઘાતી કાર બોમ્બ વિસ્ફોટ, 53ના મોત

|
Google Oneindia Gujarati News

બૈરુત, 22 ફેબ્રુઆરી: સીરિયાની રાજધાની દમિશ્કમાં એક આત્મઘાતી કાર બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 16 લોકોના મોત થયા છે, તથા 208 અન્ય ઘાયલ થઇ ગયા છે. સીરિયાઇ મીડિયા અનુસાર આ આતંકવાદી હુમલો સત્તારૂઢ અલ-બાથ પાર્ટીના રાજધાની સ્થિત મુખ્ય કાર્યાલયની નજીક ભીડ ભરેલા વિસ્તારમાં થયો. સીરિયાઇ મીડિયા અને પ્રત્યક્ષદર્શીયોના જણાવ્યા અનુસાર બોમ્બ વિસ્ફોટમાં ચોકનો એક ભાગ નષ્ઠ થઇ ગયો.

સીરિયાના સરકારી ટીવી ચેનલ પર વિસ્ફોટ સ્થળની તસવીરો પ્રસારિત કરી. આ વિસ્ફોટના થોડા સમય બાદ પ્રશાસને આ જ વિસ્તારમાંથી વિસ્ફોટકોથી લદાયેલી વધુ એક કારને ડ્રાઇવર સાથે જપ્ત કરી લીધી છે. એવી આશંકા વ્યક્ત કરાઇ રહી છે કે આ જપ્ત કરાયેલી કારબોમ્બ દ્વારા વધુ એક વિસ્ફોટ કરવાનું સડયંત્ર હોય શકે છે.

વિસ્ફોટ વિસ્ફોટના બે કિલોમીટરના વિસ્તારમાં બ્લાસ્ટની અસર અનુભવાઇ હતી, ત્થા નજીકની ઇમારતો અને તેના કાચ તૂટી ગયા. વિસ્ફોટ બાદ ભીષણ ગોળીબાર પણ કરવામાં આવ્યો જેના પગલે આખા વિસ્તારની ઘેરાબંધી કરવામાં આવી તથા મધ્ય દમિશ્ક જનારા બધા માર્ગ બંધ કરી દેવામાં આવ્યા.

English summary
Syria blast leaves at least 53 dead, 235 injured, officials say.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X