સીરિયાઃ હવાઇ હુમલામાં 60થી વધુ લોકોના મોત

નજરે જોનારાઓનું કહેવું છે કે સરકારી દળોએ વિદ્રોહીઓના કબજાવાલા એક શહેરમાં એક બેકરીને નિશાન બનાવ્યું હતું. સીરિયન આબઝર્વેટરી ફાર હ્યૂમન રાઇટ્સ દ્વારા જણાવવામાં આવ્યાનુંસાર આ હુમલામાં ઓછામાં ઓછા 60 લોકો માર્યા ગયા છે, જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થયા છે.
હામાના ઉત્તર ભાગે આવેલા ગામ અને શહેર વચ્ચે બળવાખોરોની નવી જાહેરાતના જવાબમાં હોવાનું માનવામાં આવી રહ્યું છે.
અત્રે નોંધનીય છે કે સીરિયામાં સરકારી દળો અને વિદ્રોહીઓ વચ્ચે સતત સંઘર્ષ ચાલી રહ્યો છે. જેમાં સરકારી દળો દ્વારા અનેક વિદ્રોહીઓને ઠાર માર્યા છે. આ બધાની વચ્ચે થોડા સમય પહેલા એવી દહેશત વ્યક્ત કરવામાં આવી હતી કે સીરિયામાં જે રાસાયણિક હથિયારો છે તે આતંકવાદીઓ અને વિદ્રોહીઓના હાથે લાગી શકે છે. પશ્ચિમના દેશો દ્વારા આ પ્રકારની ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી, જો કે, રશિયાએ જણાવ્યું છે કે સીરિયામાં રાસાયણિક હથિયારો સુરક્ષિત છે અને હજુ સુધી તે કોઇના હાથમાં આવ્યા નથી તે સરકાર પાસે જ છે.












Click it and Unblock the Notifications
