માનવીનું હૃદય કાઢીને ખાઇ જાય છે ‘આતંકવાદી’: સીરિયા
ન્યુયોર્ક, 1 ઓક્ટોબરઃ સીરિયાના વિદેશમંત્રીએ પોતાના જ દેશમાં સિવિલ વોરમાં લાગેલા વિદ્રોહીઓ પર આરોપ લગાવતા સોમવારે કહ્યું કે, તેમની સરકાર અલકાયદા સાથે જોડાયેલા આંતકવાદીઓ વિરુદ્ધ જંગ લડી રહી છે, જે માનવીઓનું હૃદય કાઢીને ખાય જાય છે અને જીવત લોકોના અંગ કાપી નાંખે છે. તેમણે જણાવ્યું કે, આ લોકો એ લોકોના અંગ કાપીને તેમના પરિવારને મોકલાવી રહ્યાં છે.
વાલિદ અલ મોઅલ્લમે ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલીમાં આવેલા વિશ્વ ભરના પ્રતિનિધિઓને સંબોધિત કરતા આ બધી વાતો કહી અને એવો આરોપ લગાવ્યો કે, અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સે તેમને સીરિયામાં કેમિકલ હથિયારોથી હુમલો કરનારા દોષીઓનું નામ જણાવતા અટકાવી દીધા છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ગત સપ્તાહે સંયુક્ત રાષ્ટ્રને જણાવ્યું હતું કે સીરિયામાં ઑગસ્ટ મહિનામાં થયેલા કેમિકલ હુમલા પાછળ સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ અસદની સરકાર છે. નોંધનીય છે કે આ હુમલામાં દમસ્કસના ગ્રામીણ વિસ્તારમાં સેકંડો લોકો માર્યા ગયા હતા અને ત્યારાદ અમેરિકાએ સીરિયા પર હુમલો કરવાની ધમકી આપી હતી.












Click it and Unblock the Notifications
