તાલિબાને કરી અપહરણ કરેલા 21 પાક સૈનિકોની હત્યા
પેશાવર, 30 ડિસેમ્બરઃ તાલિબાને જે 21 પાકિસ્તાની સુરક્ષાકર્મીઓને પેશાવર નજીકની ચોકી પરથી અગવા કરવામાં આવ્યા હતા, તેમની રવિવારે ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ જાણકારી પોલીસ અધિકારીઓએ આપી હતી.
પેશાવરના સીમાંત વિસ્તારના જબઇમાં માર્યા ગયેલા સુરક્ષાકર્મીઓના ગોળીઓ મારેલા મૃતદેહ મળી આવ્યા હતા. જે સ્થળેથી મૃતદેહો મળ્યા છે તે પખ્તૂનખ્વા પ્રાંતની નજીક છે.
કહેવામાં આવી રહ્યું છે કે સુરક્ષાકર્મીઓને ક્રિકેટમાં એક મેદાનમાં ગોળી મારવામાં આવી છે. બે સુરક્ષાકર્મીઓ બચવામાં સફળ રહ્યા, પરંતુ તે ગંભીર રીતે ઘાયલ છે. તેમાના એક સુરક્ષાકર્મીને પોલીસ અધિકારીઓને જાણકારી આપ્યા બાદ મૃતદેહો હાંસલ કર્યા હતા.
કરાચીમાં વિસ્ફોટઃ પાંચના મોત
પાકિસ્તાનના પત્તન શહર કરાચીમાં એક બસ સ્ટેન્ડ શનિવારે એક વિસ્ફોટમાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા છે અને 45 લોકો ઇજાગ્રસ્ત થયા છે. સમાચાર એજન્સી સિન્હુઆ અનુસાર વિસ્ફોટ ત્રણ વાગ્યાની આસપાસ થયો હતો. જ્યારે એક બસ કેન્ટ સ્ટેશન વિસ્તારમાંથી પસાર થઇ રહી હતી ત્યારે વિસ્ફોટ થયો, પરંતુ વિસ્ફોટ કયા કારણથી થયો તે જાણી શકાયું નથી.












Click it and Unblock the Notifications
