For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તાલિબાને કહ્યુ - ભારત સાથેના સંબંધો મહત્વના, અમે પહેલાની જેમ જ સંબંધ જાળવી રાખવા માંગીએ છીએ

અફઘાનિસ્તાનમાં પોતાનુ રાજ સ્થાપિત કર્યા બાદ તાલિબાને ભારત સાથે સંબંધો વિશે મોટુ નિવેદન આપ્યુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ અફઘાનિસ્તાનમાં પોતાનુ રાજ સ્થાપિત કર્યા બાદ તાલિબાને ભારત સાથે સંબંધો વિશે મોટુ નિવેદન આપ્યુ છે. તાલિબાન તરફથી કતરમાં કહેવામાં આવ્યુ છે કે ભારત સાથે આ ઉપમહદ્વીપમાં સંબંધ ઘણા મહત્વના છે, અમે ભારત સાથે સાંસ્કૃતિક, આર્થિક, રાજકીય, વ્યાપારિક સંબંધો પહેલાની જેમ જાળવી રાખવા માંગીએ છીએ. દોહામાં તાલિબાનના ડેપ્યુટી હેડ શેર મોહમ્મદ અબ્બાસ સ્તાનકઈએ ભારત સાથે સંબંધોને લઈને મહત્વનુ નિવેદન આપ્યુ છે. 46 મિનિટના વીડિયોમાં મોહમ્મદ અબ્બાસે પશ્તો ભાષામાં આ ભાષણ શનિવારે આપ્યુ જે સોશિયલ મીડિયા અને મિલિ ટીવી પર પ્રસારિત કરવામાં આવ્યુ.

taliban

રસપ્રદ વાત એ છે કે શેર મોહમ્મદે દહેરાદૂન સ્થિત ઈન્ડિયન મિલિટ્રી એકેડમીમાં અફઘાન આર્મી કેડેટ ટીમનો હિસ્સો હતા. 1996માં પણ તેમણે આ રીતનુ નિવેદન આપ્યુ હતુ જ્યારે અફઘાનિસ્તાનમાં તાલિબાનનુ રાજ આવ્યુ હતુ અને આ દરમિયાન તે કાર્યકારી સરકારના ઉફ વિદેશ મંત્રી હતા. આ વખતે તેમનુ નિવેદન એવા સમયમાં આવ્યુ છે જ્યારે ભારતે પોતાના બધા રાજનાયિક દળને કાબુલ દૂતાવાસમાંથી પાછા બોલાવી લીધા છે. અફઘાનિસ્તાન પર નિયંત્રણ કર્યા બાદ તાલિબાન તરફથી આ પહેલુ નિવેદન ભારત માટે આવ્યુ છે પરંતુ ભારત સરકાર હજુ પણ રાહ જોઈને સ્થિતિ પર નજર રાખવા પર વધુ ફોકસ કરશે.

English summary
Taliban said- Relations with India are important, we want to maintain the same relationship as before.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X