ચીન સાથે વાર્તા નિષ્ફળ, લદ્દાખમાં વધુ જવાનો મોકલવાની તૈયારી

border
નવી દિલ્હી, 24 એપ્રિલ: ઘુસણખોરીની સમસ્યાના સમાધાન માટે મંગળવારે થયેલી બીજી ફ્લેગ મીટિંગ નિષ્ફળ રહી છે. આ વાતની પુરી સંભાવના છે કે ભારત સુરક્ષા માટે આ વિસ્તારમાં સેનાના વધુ જવાનો મોકલશે કારણ કે ચીની પક્ષે તેને પોતાના વિસ્તારનો ભાગ ગણાવતાં તેને છોડવાની મનાઇ કરી દિધી છે.

ચુસુલ સેક્ટરન 'સ્પાંગ્ગુર ગૈપ'માં બંને પક્ષોના બ્રિગેડર સ્તરના અધિકારીઓની બેઠક થઇ હતી અને ભારતે ચીની પક્ષથી દૌલત બેગ ઓલ્ડી (ડીબીઓ) વિસ્તાર છોડીને જવાની અને જુની સ્થિતી યથાવત રાખવાનું કહ્યું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે બેઠક નિષ્ફળ રહી કારણ કે ચીની પક્ષે આ વિસ્તારને છોડીને જવાની ના પાડી.

તેમને કહ્યું હતું કે ચીની પક્ષનું કહેવું છે કે આ વિસ્તારમાં જ્યાં ચોકી બનાવવામાં આવી છે તે તેના વિસ્તારનો ભાગ છે. સૂત્રોએ કહ્યું હતું કે ભારત આ મુદ્દાના સમાધાન માટે આ પ્રકારની અન્ય બેઠક માટે કહી શકે છે. આ બેઠક ત્રણ કલાક વધુ સમય સુધી ચાલી હતી અને વાસ્તવિક નિયંત્રણ રેખા પર સહમતિવાળી સ્થિતીની જાણકારી બંને પક્ષો દ્રારા આપવામાં આવી હતી. ચીની સૈનિકોની એક છાવણી સ્થાપિત કરવા અંગેની જાણકારી મળ્યા બાદ તાત્કાલિક ભારતીય સેનાએ આ પહેલાં પહાડી યુદ્ધમાં વિશેષજ્ઞ 'લદ્દાખ સ્કાટ્સ'ની એક ટુકડી દૌલત બેગ ઓલ્ડ સેક્ટર મોકલી દિધી હતી. આ વિશેષ દળમાં આઇટીબીપીના જવાનો સામેલ હોય છે.

સૂત્રોએ કહ્યું હતું કે જો આજે સ્થિતી સુધરતી નથી અને ચીની સૈનિકો પોતાના જુના સ્થાન પરત ફરતા નથી તો વિસ્તારમાં વધુ સૈનિકો તૈનાત કરવામાં આવી શકે છે. ચીનની પીપુલ્સ લિબરેશન આર્મીની એક ટુકડીએ 15 એપ્રિલના રોજ ડીબીઓ સેક્ટરમાં ભારતીય સીમામાં 10 કિલોમીટર અંદર એક છાવણી બનાવી હ્તી. ચીનની એક ટુકડી 'ચાઇનીઝ આર્મી પ્લાટૂન'માં સામાન્ય રીતે લગભગ 50 સૈનિકો હોય છે.

ભારત અને ચીનના વિસ્તારમાં ખુસણખોરીની સમાચાર મળ્યા બાદ આજે બીજા ચરણની ફ્લેગ મિટીંગ અને ભારતે ચીની પક્ષથી જુની સ્થિતી પર પરત ફરવા માટે કહ્યું છે. આ પ્રકારની પ્રથમ બેઠક 18 એપ્રિલના રોજ થઇ હતી. આઇબીપી સૈનિકોએ ચીની છાવણી સામે લગભગ 300 મીટરના અંતરે વધુ એક છાવણી બનાવી છે અને દરેક ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X