કરાચી પોલીસ હેડ ક્વાટર પર આંતકી હુમલો, 10 આતંકીઓ ઘુસ્યા હોવાના અહેવાલ
10 જેટલા આતંકીઓએ કરાચી પોલીસ હેડક્વાર્ટરમાં ઘુસીને ગોળીબાર કર્યો છે. સુરક્ષા દળો સાથેની અથડામણમાં અત્યાર સુધીમાં બે આતંકવાદી માર્યા ગયા છે. હાલ જવાનો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.
કરાચી : આતંકનું આકા પાકિસ્તાન તેના ખોદેલા કુવામાં જ પડ્યુ છે. સતત આતંકી હુમલાઓમાં લોકો જીવ ગુમાવી રહ્યા છે ત્યારે હવે વધુ એક ભયાનક આંતકી હુમલો થયો હોવાના અહેવાલ છે. મળી રહેલી વિગતો અનુસાર, કરાચી પોલીસ હેડક્વાટર પર આતંકી હુમલો થયો છે. અહીં 10 આતંકીઓ પોલીસ હેટ ક્વાટરમાં ઘુસ્યા છે અને ફાયરિંગ કરી રહ્યા હોવાના અહેવાલ છે. ફારયિંગમાં 2 આંતકીઓને ઠાર કરાયા છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, 10 જેટલા આતંકીઓએ કરાચી પોલીસ હેડક્વાર્ટરમાં ઘુસીને ગોળીબાર કર્યો છે. સુરક્ષા દળો સાથેની અથડામણમાં અત્યાર સુધીમાં બે આતંકવાદી માર્યા ગયા છે. હાલ જવાનો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.
આ મુદ્દે વાત કરતા સિંધ પોલીસના આઈજીએ જણાવ્યુ કે, સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે આતંક માર્યા ગયા છે. હાલ આતંકવાદીઓ વિરૂદ્ધ ઓપરેશન ચાલી રહ્યું છે. મળી રહેલી વિગતો અનુસાર, કરાચી પોલીસ હેડક્વાર્ટરમાં ઘુસેલા આ આતંકીઓ પાસે ભારે વિસ્ફોટકો અને હથિયારો છે. આનાથી તે હુમલા કરી રહ્યા છે.
The chicken have come back home to roost. #Karachi, Pakistan's financial hub, Police HQ under attack by terrorists. Reportedly atleast one very high ranking officer is among the 20 plus casulties. Operation still continues. pic.twitter.com/AWDW9OKRx0
— Khalid Umar (@ukilaw) February 17, 2023
સામે આવી રહેલી વિગતો અનુસાર, કરાચી પોલીસ હેડક્વાર્ટરમાં ઘુસેલા આતંકી પાસે હેન્ડ ગ્રેનેડ અને ઓટોમેટિક ગન છે. પાકિસ્તાન રેન્જર્સ અને પોલીસ દળોએ AIG ઓફિસ નજીકના વિસ્તારને કોર્ડન કર્યો છે. હાલ એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.
Pakistan: Terrorists enter Karachi police chief's office
— ANI Digital (@ani_digital) February 17, 2023
Read @ANI Story | https://t.co/8ii2d5xrpb#Pakistan #Karachi #TerroristAttack #terrorist pic.twitter.com/VWsvW0457K
અહીં તમને જણાવી દઈએ કે, કરાચી પોલીસ હેડક્વાર્ટર કરાચીના મેન આર્ટરી રોડ પર આવેલુ છે. છે. આ રસ્તો સીધો એરપોર્ટ તરફ જાય છે. સુરક્ષા દળોની સૂચના પર કરાચીમાં ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે અને એન્કાઉન્ટર ચાલુ છે.












Click it and Unblock the Notifications
