આ ક્યારે અટકશે? જ્યારે પેશાવરની યુનિવર્સીટીમાંથી નીકળી 25 લાશો

પાકિસ્તાનના ચારસદ્દામાં આવેલી બચ્ચા ખાન વિશ્વવિદ્યાલયના દરવાજે ઊભેલા અનેક લોકોના હાલ અત્યારે તેવા છે કે કોને સાંત્વના આપે અને કોના પર પોતાનો ક્રોધ નીકાળે. નોંધનીય છે કે આજે આ વિશ્વવિદ્યાલય પર તહરીક એ તાલિબાનના ચાર આતંકીઓએ હુમલો કર્યો. જેમાં 25 લોકોની મોતની ખબર છે. પોલિસે પણ 21 લોકોની મોત અને ચાર આતંકીઓની મોતની પુષ્ટી કરી છે. વળી 50થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે યુનિવર્સીટીના દરવાજેથી જે યુવનો અને યુવતીઓની લાશો નીકળી રહી છે તેમના માથામાં ગોળી મારવામાં આવી છે. બાળકોના માથા અને કપડા પર બસ બધી જગ્યાએ લોહી જ લોહી છે. સેના અને પાક મીડિયા મુજબ ઓપરેશન તો પુરુ થઇ ગયું છે સેના પરિસરની તપાસ કરી રહી છે.

જો કે પાકિસ્તાન પેશાવરમાં આવું બીજી વાર બન્યું છે જ્યારે મોટી સંખ્યામાં વાલીઓ સ્કૂલના દરવાજે તે વાતની રાહ જોઇને ઊભા હોય કે સવારે કે પુત્ર કે પુત્રીને હસતા રમતા મોકલ્યા હતા શું તેને તે ફરી એક વાર જીવત જોઇ શકશે? કારણ કે આ પહેલા પણ 16 ડિસેમ્બર 2014માં આ આતંકવાદી ગ્રુપી પેશાવરની એક આર્મી સ્કૂલ પર આ યુનિવર્સિટીની જેમ જ પાછલા રસ્તે કૂદીને આતંકી હુમલો કરતા 132 બાળકોને મોતને ધાટ ઉતાર્યા હતા.

નોંધનીય છે કે તે યુનિવર્સીટીમાં આ ધટના થઇ તે બચ્ચા ખાન ગાંધીવાદી હતા. આ જીવન તેમને ગાંધીજીના માર્ગ પર ચાલી અહિંસાની વાત કરી છે. અને આજે તેમના દ્વારા યુવાનોના વિકાસ માટે જે યુનિવર્સિટી બનાવી હતી તેની પર જ આતંકીઓએ આ ખૂની ખેલને અંજામ આપ્યો છે. શું હતો આ આખો ધટનાક્રમ, કેવી રીતે ચાલ્યું ઓપરશન કેવી રીતે યુવકો જીવ બચાવ્યો, સોશ્યલ મીડિયાથી લઇને વિવિધ દેશના વડાઓએ શું પ્રતિભાવ આપ્યો તે તમામ વિષે જાણો આ આર્ટીકલમાં...

3000 વિદ્યાર્થીની હાજરીમાં થયો હુમલો

3000 વિદ્યાર્થીની હાજરીમાં થયો હુમલો

આતંકીઓ સવારે સાડા નવ લાગે ધુમ્મસનો સહારો લઇને વિશ્વવિદ્યાલયના પાછલા રસ્તેથી યુનિવર્સીટીમાં ધૂસ્યા. આ સમયે વિશ્વવિદ્યાલયમાં પરિક્ષા ચાલી રહી હતી. અને 600 જેટલા વિદેશી મહેમાનો પણ હાજર હતા.

25 લાશો, 50 ઇજાગ્રસ્ત

25 લાશો, 50 ઇજાગ્રસ્ત

આતંકી હુમલામાં એક કેમેસ્ટ્રીના પ્રોફેસર, બે છાત્ર અને ગાર્ડ સમેત કુલ 21 લોકોની મોતની ખબર છે. તો 4 આતંકીઓને પણ સેનાએ મારી નાખ્યા છે. જે તહરીક એ તાલિબાનના સદસ્યો હતા. આ એજ ગ્રુપ છે જે સ્ત્રી દ્વારા બાળકોને ભણાવા અને મદરેસા સિવાય અન્ય શિક્ષણનો વિરોધ કરે છે. વળી તે યુવતીઓના ઉચ્ચ શિક્ષણના પણ વિરોધી છે. આ જૂથે આ હુમલાની જવાબદારી સ્વીકારી છે.

એરફોર્સે કરી મદદ

એરફોર્સે કરી મદદ

આતંકીઓ સુરક્ષાગાર્ડને મારીને યુનિવર્સીટીની અંદર ધૂસ્યા હતા જ્યાં તેમણે અંધાધૂન ગોળીબાર કર્યો. પાકિસ્તાની એરફોર્સે આતંકીયોને પકડવા માટે સેનાને મદદ કરી અને એર કામાન્ડો પણ યુનિવર્સીટીમાં તેનાત કરવામાં આવ્યા.

કોઇ બાથરૂમમાં સંતાયુ તો કોઇ છત પર

કોઇ બાથરૂમમાં સંતાયુ તો કોઇ છત પર

બહાર નીકળેલા વિદ્યાર્થીઓએ કહ્યું કે આતંકી હુમલો થયા બાદ તે બચવા માટે પ્રયાસો કરી રહ્યા હતા. અને આ માટે કરીને તે બાથરૂમ અને છત્રો પર સંતાયા હતા. નોંધનીય છે કે પાક સેનાએ 70 ટકા લોકોને સલામત રીતે બહાર નીકાળવામાં સફળ રહ્યા હતા. અને માટે જ મોટી સંખ્યામાં આવી જાનહાનિને થતી અટકાવી શકાઇ હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શોક વ્યક્ત કર્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શોક વ્યક્ત કર્યો

નોંધનીય છે કે આ ધટનાની જાણ થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ધટનાની નિંદા કરી હતી. અને ટ્વીટર દ્વારા બાળકો માટે પ્રાર્થના કરી હતી.

કોણ હતા બચ્ચા ખાન?

કોણ હતા બચ્ચા ખાન?

જ્યારે આ હુમલો થયો ત્યારે બચ્ચા ખાનની પુણ્યતિથિ મનાવવામાં આવી રહી હતી. ખાન અબ્દુલ ગફ્ફાર ખાન ઉર્ફ બચ્ચા ખાન કે જેમના નામ પર આ યુનિવર્સીટી બની છે તે ગાંધીવાદી હતા. તેમને પાકિસ્તાનના ગાંધી પણ કહેવામાં આવતા હતા. તેમણે પોતાનું આખું જીવન શાંતિ અને ભાઇચારાના સંદેશને ફેલાવામાં સમર્પિત કર્યું હતું.

આ ક્યારે અટકશે?

ત્યારે સવાલ થાય છે ધર્મના નામનો દુરઉપયોગ કરીને માસૂમ બાળકોને મારવાનો આ સીલસીલો ક્યારે અટકશે? શું એક મા પોતાના બાળકને એટલા માટે જન્મ આપે છે કે કોઇ મગજનો ફરેલા આંતકવાદી તેને મોતને ધાટ ઉતારી શકે? ક્યારે અટકશે આ? છે કોઇ જવાબ!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X