For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટેક્સાસમાં વૉલમાર્ટમાં ગોળીબાર, 20ના મોત કેટલાય ઘાયલ

ટેક્સાસમાં વૉલમાર્ટમાં ગોળીબાર, 20ના મોત કેટલાય ઘાયલ

|
Google Oneindia Gujarati News

ટેક્સાસઃ અમેરિકાના ટેક્સાસમાં ગનમેને વૉલમાર્ટમાં લોકો પર અંધાધુંધ ગોળીબાર કર્યો, ઘટનાને પગલે 20 લોકો મૃત્યુ પામ્યા હોવાના અહેવાલ છે. આ હુમલામાં 2 ડઝનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. પ્રશાસને જણાવ્યું કે આ હુમલો એવા સમયે થયો જ્યારે વૉલમાર્ટમાં મોટી સંખ્યામાં લોકો ખરીદી કરી રહ્યા તા, આ દરમિયાન અજ્ઞાત હુમલાખોરે લોકો પર ગોળીઓ વરસાદીવ દીધી. ટેક્સાસના ગવર્નર ગ્રેગ એબૉટે જણાવ્યું કે ટેક્સાસના ઈતિહાસમાં આ અત્યાર સુધીનો સૌથી મોટો ખૂની હુમલો છે.

ટ્રમ્પે દુખ જતાવ્યું

ટ્રમ્પે દુખ જતાવ્યું

આ ઘટના પર શોક વ્યક્ત કરતા અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ઈશ્વર તમારી બધાની સાથે છે. હું અલ પાસો શૂટિંગમાં પીડિતોને દરેક સંભવ મદદ કરીશ. તમામ સાંસદ શોકમાં છે. આજની આ ગોળીબાર દુખનીય છે. હું જાણું છું કે આ નફરત ભરેલી શૂટિંગ વિરુદ્ધ બધા લોકો મારી સાથે ઉભા છે. અમે લોકોની સાથે છીએ અને અમારી પ્રાર્થના લોકોની સાથે છે.

ભયાનક ઘટના

ભયાનક ઘટના

મેક્સિકોના રાષ્ટ્રપતિ મૈનુઅલ લોપેજ ઓબ્રાડોરે કહ્યું કે મૃતકોમાં મેક્સિકોના લોકો પણ છે, જ્યારે 6 લોકો ઘાયલ પણ થયા છે. અમેરિકાના ઈતિહાસમાં 1984 બાદ આ આઠમો સૌથી મોટો હુમલો છે, અગાઉ 1984માં યસીદ્રોમાં 21 લોકોને ગોળી મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. સંદિગ્ધ હુમલાખોરની ઓળખ 21 વર્ષીય એલનના રૂપે થઈ છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે હુમલાખોર આખરે લોકો પર ગોળીઓ કેમ વરસાવી રહ્યો હતો. ગ્રેગ એલને જણાવ્યું કે પ્રશાસન સંભવ છે કે આ હેટ ક્રાઈમ છે. સંદિગ્ધ સહિત ત્રણ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે.

ઘાયલોને ભરતી કરાવવામાં આવ્યા

આ ઘટના બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે આ બહુ ખરાબ થયું કે કેટલાય લોકો મૃત્યુ પામ્યા. યૂનિવર્સિટી મેડિકલ સેન્ટર અલપાસોમાં કુલ 14 ઘાયલોને દાખલ કરવામાં આવ્યા છે. કેટલાક ઘાયલોનું ઓપરેશન કરાવવામાં આવી રહ્યું છે, જ્યારે કેટલાકની સ્થિતિ સ્થિર છે. હોસ્પિટલ પહોંચ્યા બાદ ઘાયલ બે બાળકોની સ્થિતિ હવે સ્થિર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. સ્થાનિક મીડિયા મુજબ પોલીસે લોકોને રક્તદાનની અપીલ કરી છે, જે બાદ લોકો મોટી સંખ્યામાં રક્તદાન કરવા પહોંચી રહ્યા છે. એટલી વિશાળ સંખ્યામાં લોકો રક્ત દાન કરવા આવ્યા કે તેમને રવિવારે આવવા માટે કહેવામાં આવ્યું.

પાણી-પાણી થઈ માયાનગરી, મુંબઈમાં આજે પણ હાઈઅલર્ટ, કેટલીય ફ્લાઈટ્સ-ટ્રેન રદ પાણી-પાણી થઈ માયાનગરી, મુંબઈમાં આજે પણ હાઈઅલર્ટ, કેટલીય ફ્લાઈટ્સ-ટ્રેન રદ

English summary
texas: gunman attacked in Wallmart, 20 people died many injured
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X