Video: જ્યારે પૂરના કારણે આંગણે, અતિથિ બન્યો મગર!
અમેરિકાના ટેક્સાસમાં ભારે પૂર બાદ એક મહિલાનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં મહિલાના ઘરની બહાર એક મગરમચ્છ આવી જાય છે. તમે પણ જુઓ આ વીડિયો અહીં.
સામાન્ય રીતે આપણા ઘરે કોઇ અતિથિ આવે તો આપણે તેનો બનતો આદર સત્કાર કરીએ છીએ. પણ જો તમારા ઘરની બહાર કોઇ મગર તરતો દેખાય તો આંગણે આવેલા આવા અતિથિને જોઇને ભલ ભલાને શ્વાસ અધ્ધર થઇ જાય છે. ત્યારે આવું જ કંઇક અમેરિકાની એક મહિલા સાથે બન્યું છે. નોંધનીય છે કે અમેરિકાના ટેક્સાસમાં હાલ ભારે વરસાદ બાદ પૂર આવતા મોટી સંખ્યામાં જાન માલને નુક્શાન થયું છે. આ તમામની વચ્ચે સૌથી ખતરનાક વાત તે બની છે કે નદીના મગર પાણી ભરાવાના કારણે લોકોના ઘરની પાસે આવી ગયા છે. જે અંગે અધિકારીઓએ પણ લોકોને સચેત રહેવાની સૂચના આપી હતી. આ તમામની વચ્ચે ટેક્સાસની એક મહિલાએ પોતાના ઘરનો એક વીડિયો શેયર કર્યો છે. જેમાં તેના આંગણે કેવી રીતે મગર આવી ચઢ્યો હતો તે બતાવવામાં આવ્યું હતું.

તમને જણાવી દઇએ કે ટેક્સાસમાં આવેલા આ પૂરે 30 લાખથી વધુ લોકોની મુશ્કેલી વધારી છે. અને અમેરિકાના લોકોએ પણ 13 વર્ષમાં આટલું ભયંકર પૂર પહેલી વાર જોયું છે. જેના કારણે રસ્તાઓ પણ ગળેડૂબ પાણી ભરાઇ ગયા હતા. પણ આ પાણીની બચવા માટે જો તમે ઘરની બહાર તરીને જવાનું વિચારો તો પણ મગરના કારણે તમારું તરવું અને જીવ બચાવવું પણ મુશ્કેલ બની શકે છે. ત્યારે અમેરિકાની આ મહિલાના આંગણે આવેલ આ મગરમચ્છનો રસપ્રદ વીડિયો જુઓ અહીં...












Click it and Unblock the Notifications
