• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મિસ્રના અથાહ સાગરમાંથી મળ્યુ લુપ્ત થયેલુ શહેર, દૂર્લભ ખજાના અને સેંકડો વર્ષો જૂના અનમોલ ફળની શોધ પૂરી

|
Google Oneindia Gujarati News

કાહિરાઃ મિસ્રના અથાહ સમુદ્રમાં લુપ્ત થઈ ચૂકેલા શહેરની શોધ કરવામાં આવી છે. આ શહેર સેંકડો વર્ષ પહેલા ગાયબ થઈ ગયુ હતુ પરંતુ આ શહેરથી જો સામાન મળ્યો છે તેને જોઈને આખી દુનિયા ચોંકી ગઈ છે. વૈજ્ઞાનિકોએ કહ્યુ છે કે લુપ્ત થઈ ચૂકેલા આ અતિપ્રાચીન શહેરની શોધ મિસ્રના તટથી દૂર થોનિસ-હેરાક્લિઓનમાં કરવામાં આવી છે. વૈજ્ઞાનિકોએ કહ્યુ છે કે સમુદ્રમાં ગાયબ થઈ ચૂકેલ આ શહેરમાંથી જે સામાન મળ્યો છે તે દૂર્લભ અને ચોંકાવનારો છે. વૈજ્ઞાનિકોનુ માનવુ છે કે આ શહેરની શોધ કોઈ ખજાનાથી કમ નથી. સમુદ્રની અંદરથી વિશાળકાય મંદિરનો મોટો હિસ્સો મળ્યો છે જેમાં રાખવામાં આવેલી નાવ પણ પુરાતત્વવિદોના હાથ લાગી છે.

લુપ્ત શહેરની સમુદ્રમાં શોધ

લુપ્ત શહેરની સમુદ્રમાં શોધ

યુરોપીયન ઈન્સ્ટીટ્યુટ ફૉર અંડરવૉટર આર્કિયોલૉજી(IEASM)ની ટીમે આ ગુપ્ત શહેરની શોધ કરવામાં સફળતા મેળવી છે. આ ટીમનુ નેતૃત્વ ફ્રાંસીસી આર્કિયોલૉજીસ્ટ ફ્રેંક ગોડિયો કરી રહ્યા હતા અને આ શહેરની શોધ છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહી હતી. આઈએએએસએમે ગયા મહિને એક નિવેદનમાં કહ્યુ હતુ કે તેમનુ મિશન, મિસ્રના પર્યટન અને પુરાવશેષ મંત્રાલયના સહયોગ સાથે શરૂ કરવામાં આવ્યુ હતુ અને અબૂકિરની ખાડીમાં થોનિસ-હેરાક્લિઓનની સાઈટ પર 'ખૂબ જ રસપ્રદ પરિણામ' સામે આવ્યા છે.

સમુદ્રમાંથી અદભૂત વસ્તુઓ મળી

સમુદ્રમાંથી અદભૂત વસ્તુઓ મળી

તેમણે કહ્યુ કે, 'થોનિસ-હેરાક્લિઓનની સાઈટ પર પુરાતત્વીય ખજાનાની શોધ કરવામાં આવી છે જેમાં ગ્રીક ચીની માટીની વસ્તુઓ અને ફળોથી ભરેલી 2400 વર્ષ જૂની ટોપલીઓ મળી આવી છે.' તમને જણાવી દઈએ કે 331 ઈસ પૂર્વમાં સિકંદર મહાન દ્વારા એલેક્ઝાંડ્રિયાની સ્થાપના પહેલા થોનિસ-હેરાક્લિઓન મિસ્રનુ સૌથી મોટુ ભૂમધ્યસાગરીય બંદર હતુ. રિપોર્ટ અનુસાર આ શહેર સંપૂર્ણપણે સમુદ્રની અંદર ડૂબી ચૂક્યુ હતુ અને ઉત્તર-પૂર્વ પ્રવેશ નહેર સાથે શોધકર્તા ટીમને એક મોટુ ટુમુલસના અવશેષ મળ્યા છે. તમને જણાવી દઈએ કે ગ્રીકમાં ટુમુલસનો અર્થ સ્મશાન ઘાટ થાય છે. સંશોધન ટીમ આઈઈએએસએમે કહ્યુ કે 'આ ચોથી સદી ઈસ પૂર્વની શરૂઆતમાં અહીં શાનદાર અંત્યેષિટ પ્રક્રિયા'ને અંજામ આપવામાં આવતો હતો.

ઘણુ મોટુ છે અંત્યેષ્ટિ ક્ષેત્ર

ઘણુ મોટુ છે અંત્યેષ્ટિ ક્ષેત્ર

IEASM એ કહ્યુ, ટ્યુમુલસ લગભગ 60 મીટર(197 ફૂટ) લાંબુ અને આઠ મીટર(26 ફૂટ) પહોળુ છે અને ચારે તરફથી આઈલેન્ડ્ઝથી ઘેરાયેલુ છે. આ એક રીતે ટાપુ જેવુ દેખાય છે. રિસર્ચ ટીમના પ્રમુખ ગોડિયોએ કહ્યુ કે, 'દરેક જગ્યાએ અમને બળેલી વસ્તુઓના પુરાવા મળ્યા છે જેવુ કે આઈઈએએસએમ નિવેદનમાં કહ્યુ છે. એવુ લાગે છે કે ત્યાં શાનદાર સમારંભ થયા હશે અને આ જગ્યાને સેંકડો વર્ષોથી સીલ કરી દેવામાં આવી હશે. અમને ચોથી સદી ઈસ પૂર્વની શરૂઆત પછીની કોઈ વસ્તુ નથી મળી પરંતુ તેમછતાં બની શકે છે કે ત્યારબાદ આ શહેર વર્ષો સુધી જીવતી રહ્યુ હોય.' આ લુપ્ત શહેરની શોધમાં જાણવા મળ્યુ છે કે અંત્યેષ્ટિ ક્રિયા દરમિયાન ભગવાનને પ્રસાદ ચડાવવામાં આવતો હશે. આ સાથે જ પુરાતત્વવિદેએ વધુ એક આશ્ચર્યજનક શોધ કરી છે.

સ્મશાનમાંથી દૂર્લભ ફળ મળ્યા

સ્મશાનમાંથી દૂર્લભ ફળ મળ્યા

IEASMની સંશોધન ટીમે કહ્યુ છે કે આ અંત્યેષ્ટિ ક્ષેત્રથી દૂર્લભ વસ્તુઓનો જથ્થો મળ્યો છે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. વૈજ્ઞાનિકોએ આ ક્ષેત્રમાંથી ફળોની ટોપલીઓ મળી છે જેમાં દ્રાક્ષ અને દ્રાક્ષમાં બી ભરેલા છે. આ ફળ હજુ પણ તાજા છે. આ ઉપરાંત આ ક્ષેત્રમાંથી આફ્રિકી તારના વૃક્ષના ફળ પણ મળ્યા છે જે ઘણીવાર કબરો પર જોવા મળે છે. સંશોધન ટીમે કહ્યુ છે કે, 'આ તમામ વસ્તુઓ સેંકડો વર્ષથી પાણીની અંદર અછૂતી રહી છે. એવુ લાગી રહ્યુ છે કે જાણે કે તેમને એક સુરક્ષિત ભૂમિગત રૂમમાં રાખવામાં આવી હોય કે પછી ભગવાનને પ્રસાદ ચડાવ્યા બાદ તેને આમ જ દફન કરી દેવામાં આવી હોય.'

ગ્રીક વેપારી અને ભાડાના સૈનિક

ગ્રીક વેપારી અને ભાડાના સૈનિક

IEASMની સંશોધન ટીમે કહ્યુ છે કે આ શહેરની શોધમાં જાણવા મળ્યુ છે કે અહીં ગ્રીક વેપારીની હાજરી હોતી હશે અને અહીં ભાડાના સૈનિકો સુરક્ષા કરતા હશે અને આ શહેર ખૂબ જ સુંદર રહ્યુ હશે. આ સૈનિક થોનિસ-હેરાક્લિઓન શહેરમાં રહેતુ હતુ જે નીલ નદીની કેનોપિક શાખાના મુખ પર મિસ્રના પ્રવેશ દ્વારને નિયંત્રિત કરતુ હતુ. ફારાનિક કાળના અંતમાં યુનાનિયોના શહેરમાં વસવાની અનુમતિ આપવામાં આવી હતી અને અમુનના વિશાળ મંદિર પાસે તેમણે અભ્યારણ્યોનુ નિર્માણ કર્યુ હતુ. જો કે વૈજ્ઞાનિકોએ કહ્યુ છે કે સમુદ્રમાં લહેરો બાદ ઘણા ભૂકંપ આવ્યા હશે જેના કારણે આ શહેરનો 110 વર્ગ કિલોમીટરનો ભાગ સમુદ્રની નીચે ધરાશાયી થઈ ગયો હશે અને આ સાથે થોનિસ-હેરાક્લિઓન અને કેનોપસ શહેર પણ ભૂકંપની ચપેટમાં આવી ગયા હશે. તમને જણાવી દઈએ કે આઈઈએએસએમે વર્ષ 2000માં થોનિક-હેરાક્લોએન અને 1999માં કેનોપસ શહેરને ફરીથી શોધવામાં સફળતા મેળવી હતી અને હવે આ શહેરનો બીજો હિસ્સો સમુદ્રની અંદરથી મળ્યો છે.

સમુદ્રમાં કેવી રીતે મળ્યુ શહેર?

આઈઈએએસએમના જણાવ્યા મુજબ તેમની ટીમ મિશન-2021 હેઠળ સતત આ લુપ્ત શહેરની શોધ કરી રહ્યા હતા અને પછી તેમને વિશાળકાય લાંબી નાવ પાણીની નીચે ડૂબેલી મળી જે અમુનના મંદિરથી મોટી મોટા સમુદ્રી ભરતી અને ભૂકંપની ચપેટમાં આવ્યા બાદ ડૂબી ગઈ હતી. આઈઈએએસએમે કહ્યુ કે બીજી સદી ઈસ પૂર્વે એક પ્રલયકારી ઘટનાએ આખા ક્ષેક્ષને સંપૂર્ણપણે બરબાદ કરી દીધુ હતુ અને અહીં હાજર મંદિરના દક્ષિણ ભાગ સાથે વહેતી નહેરમાં એક લાંબી નાવને બાંધી દેવામાં આવી હતી. શોધ દરમિયાન વૈજ્ઞાનિકોએ જોયુ કે મંદિરના તમામ ભાગો તૂટીને નીચે પડી ગયા હતા પરંતુ મંદિરમાં ફસાયેલ નાવ સંપૂર્ણપણે સુરક્ષિત હતી. જેને અત્યાધુનિક ટેકનોલૉજીના ઉપયોગથી બહાર કાઢવામાં આવી છે. સંશોધન ટીમનુ માનવુ છે કે જે વસ્તુઓ સમુદ્રની અંદરથી મળી છે તે અત્યાધિક દૂર્લભ છે અને મિસ્રના પ્રાચીન જીવનને સમજવામાં આનાથી ઘણી મદદ મળશે.

English summary
The city of Thonis-Heraklion, which has disappeared in the sea in Egypt, has been discovered, in which many rare items have been discovered.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X