Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પુર્વ બ્યૂટી ક્વિને રેસ્ટોરન્ટમાંથી 20 કરોડ દારૂ ઉડાવ્યો અને 4 દેશની પોલીસને દોડતી થઈ, જાણો પુરો મામલો!

દારૂના નશામાં લોકો ઘણું બધું કરે છે, પરંતુ એક પ્રખ્યાત મોડલે દારૂના નશામાં જે કર્યું તે ભાગ્યે જ કોઈ કરી શકે. આ મોડલે રેસ્ટોરન્ટમાંથી 20 કરોડ રૂપિયાનો દારૂ ચોર્યો. મોડલ અને તેના પાર્ટનરની પોલીસે ધરપકડ કરી લીધી છે.

સ્પેન : દારૂના નશામાં લોકો ઘણું બધું કરે છે, પરંતુ એક પ્રખ્યાત મોડલે દારૂના નશામાં જે કર્યું તે ભાગ્યે જ કોઈ કરી શકે. આ મોડલે રેસ્ટોરન્ટમાંથી 20 કરોડ રૂપિયાનો દારૂ ચોર્યો. મોડલ અને તેના પાર્ટનરની પોલીસે ધરપકડ કરી લીધી છે.

મેક્સિકોની ભૂતપૂર્વ બ્યુટી ક્વીન છે મોડલ

મેક્સિકોની ભૂતપૂર્વ બ્યુટી ક્વીન છે મોડલ

આ મોડલનું નામ પ્રિસિલા લારા ગૂવેરા છે અને તે કોઈ સામાન્ય મોડલ નથી. તે મેક્સિકોની ભૂતપૂર્વ બ્યુટી ક્વીન છે. હવે તેની તેના પાર્ટનર સાથે રેસ્ટોરન્ટમાંથી ખૂબ મોંઘો દારૂ ચોરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, બંનેએ હોટલમાંથી જે દારૂની બોટલો ચોરી હતી તે ખૂબ જ ઉચ્ચ ગુણવત્તાની છે અને તેની કિંમત 20 કરોડ રૂપિયા છે.

મોડલ ઓળખ બદલી હોટલમાં પ્રવેશી

મોડલ ઓળખ બદલી હોટલમાં પ્રવેશી

સ્પેનિશ પોલીસે જણાવ્યું કે, 29 વર્ષીય મોડલ અને રોમાનિયન ડચ પાર્ટનર કોન્સ્ટેન્ટાઇન ગેબ્રિયલ દિમિત્રીએ ગયા વર્ષે રેસ્ટોરન્ટમાં પ્રવેશ કરીને દારૂની ચોરી કરી હતી. ત્યારથી બંને શોધખોળમાં હતા અને ગયા અઠવાડિયે ક્રોએશિયાથી પોલીસે તેમની ધરપકડ કરી હતી. મામલો ગયા વર્ષે 27 ઓક્ટોબરનો છે. પોલીસે જણાવ્યું કે તે દિવસે જ્યારે મોડલ પ્રિસિલા હોટેલ પહોંચી ત્યારે તેણે વિગ પહેરી હતી. આ સાથે તેણે સનગ્લાસ અને ફેસ માસ્ક પણ લગાવ્યા હતા.

ચોરી માટે પાર્ટનર સાથે પ્લાન બનાવ્યો

ચોરી માટે પાર્ટનર સાથે પ્લાન બનાવ્યો

29 વર્ષની મોડલને હોટલમાં ઓળખ માટે પૂછવામાં આવ્યું ત્યારે તેણે પાસપોર્ટ આપ્યો જે નકલી હતો. હોટલના ચેક-ઇન રેકોર્ડ મુજબ, આ પાસપોર્ટ પર તેની નાગરિકતા સ્વિટ્ઝર્લેન્ડની હતી અને તેનું નામ મિર્કા ગુલોબિક લખેલું હતું. ભૂતપૂર્વ બ્યૂટી ક્વિને હોટલમાં બે લોકો માટે ડિનર ટેબલ બુક કરાવ્યું હતું. મીડિયા રિપોર્ટમાં હોટલ મેનેજરને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ડિનર ટેબલ પર બંનેનું વર્તન વિચિત્ર હતું અને તેમને જોઈને એવું લાગી રહ્યું હતું કે તેઓ આવા ડિનરની આદત નથી.

મોડેલે ફોનથી રિસેપ્શનિસ્ટનું ધ્યાન બીજે ખેંચ્યુ

મોડેલે ફોનથી રિસેપ્શનિસ્ટનું ધ્યાન બીજે ખેંચ્યુ

તે બાદ બંનેએ હોટલના રૂમમાં જતા પહેલા એટ્રિયો વાઈન સેલની મુલાકાત લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, જ્યાં બંનેને લઈ જવામાં આવ્યા હતા. આ વાઈન સેલ ખાસ કરીને ઈલેક્ટ્રોનિક ગેટ સાથે ખાસ તૈયાર કરવામાં આવ્યો છે. રૂમમાં પ્રવેશ્યા પછી પ્રિસિલા ગૂવેરાએ રિસેપ્શન પર ફોન કર્યો અને ખાવા માટે કંઈક માંગ્યું. વાસ્તવમાં આ ધ્યાન ભટકાવવા માટે કરવામાં આવ્યું હતું અને આ દરમિયાન દિમિત્રીએ પહેલાથી જ રાખેલી માસ્ટર કી દ્વારા વાઇન સેલમાં પ્રવેશ કરીને વાઇનની બોટલો ચોરી લીધી હતી.

ટુવાલમાં સંતાડી 45 દારૂની બોટલો

ટુવાલમાં સંતાડી 45 દારૂની બોટલો

પોલીસે જણાવ્યું કે આ પછી બંનેએ 45 દારૂની બોટલોને ટુવાલમાં લપેટીને છુપાવીને રાખી હતી. આ પછી બંને કોઈને જાણ કર્યા વગર સવારે 5 વાગ્યે હોટલમાંથી છુપાઈને ભાગી ગયા હતા. પરંતુ બંને બેગ લઈને બહાર જતા હોટલના સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા. સવારે મોંઘીદાટ દારૂની બોટલોની ચોરી થયાની માહિતી મળતાં દોડધામ મચી ગઈ હતી. તેમાં 19મી સદીની દુર્લભ વાઇનની બોટલનો સમાવેશ થાય છે. 45 બોટલની કિંમત 20 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

ક્રોએશિયાથી ધરપકડ

ક્રોએશિયાથી ધરપકડ

મામલો પોલીસ સુધી પહોંચ્યા બાદ સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું કે આ કપલ ક્રોએશિયામાં રહે છે. હાઈપ્રોફાઈલ ચોરોને પકડવા માટે સ્પેનિશ પોલીસે ડચ, રોમાનિયન અને ક્રોએશિયન પોલીસનો સંપર્ક કર્યો અને તેઓએ સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું. ગયા અઠવાડિયે ક્રોએશિયા સરહદ પાર કરતા પહેલા બંનેની ધરપકડ કરવામાં આવી હતી. હાલ બંનેના પ્રત્યાર્પણની પ્રક્રિયા ચાલી રહી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X