રશિયા યુક્રેન યુદ્ધ હારી રહ્યું છે? રશિયન સૈનિકોને તાત્કાલિક ખેરસન છોડી પરત ફરવા આદેશ અપાયા.
રશિયા-યુક્રેન યુદ્ધને દોઢ વર્ષથી વધુ સમય વીતી ગયો છે. એક તરફ યુક્રેન ભારે તબાહી બાદ પણ યુદ્ધને મોરચે લડી રહ્યું છે તો બીજી તરફ હજારો રશિયન સૈનિકોના મોતને કારણે રશિયન સેનાની હિંમત પણ તુટી રહી છે.
રશિયા-યુક્રેન યુદ્ધને દોઢ વર્ષથી વધુ સમય વીતી ગયો છે. એક તરફ યુક્રેન ભારે તબાહી બાદ પણ યુદ્ધને મોરચે લડી રહ્યું છે તો બીજી તરફ હજારો રશિયન સૈનિકોના મોતને કારણે રશિયન સેનાની હિંમત પણ તુટી રહી છે. હવે યુદ્ધ મેદાનમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

મળતી વિગતો અનુસાર, યુદ્ધમાં બાજી પલટાઈ રહી હોવાના એંધાણ મળી રહ્યા છે. હવે રશિયાએ તેની સેનાને તાત્કાલિક ખેરસન છોડવાનો આદેશ કર્યો છે. રશિયન રક્ષામંત્રી સેર્ગેઈ શોઇગુએ સૈનિકોને દક્ષિણ યુક્રેનના ખેરસન શહેરમાંથી પાછા જવાનો આદેશ આપ્યો હતો. અહીં તમને જણાવી દઈએ કે, યુક્રેનિયન સેના છેલ્લા અઠવાડીયાથી સતત આગળ વધી રહી છે.
રશિયન રક્ષામંત્રી સેરગેઈ શોઇગુએ જણાવ્યું કે, સૈનિકોને બહાર કાઢવાનું શરૂ કરો. તેમણે આગળ કહ્યું કે, તેમણે ખેરસનમાંથી નાગરિકોને બહાર લાવવા અને તેમને નીપર નદીના ડાબા કાંઠે સુરક્ષિત રીતે ખસેડવા મુશ્કેલ નિર્ણય માટે પ્રસ્તાવ મૂક્યો હતો. આ પહેલા રશિયાએ ખેરસનમાં તૈનાત પોતાના નાગરિકોને બહાર કાઢ્યા હતા. રશિયન સત્તાવાળાઓએ 3 નવેમ્બરના રોજ ખેરસન એડમિનિસ્ટ્રેશન બિલ્ડીંગમાંથી તેમના દેશનો ધ્વજ હટાવી દીધો હતો.
યુદ્ધની શરૂઆતથી જ રશિયાએ ખેરસન પર કબ્જો જમાવ્યો છે. નિષ્ણાતોનું માનીએ તો, સર્ગેઈ શોઇગુની જાહેરાતથી રશિયા મોટી સરસાઈ જતી કરવા ઝઈ રહ્યુ છે. જનરલ સેરગેઈ સુરોવિકિને કહ્યું કે ખેરસન શહેરમાં પુરવઠો પહોંચાડવો હવે શક્ય નથી. રશિયાના પ્રભાવશાળી યુદ્ધ બ્લોગર્સે ખેરસન શહેરમાંથી સૈનિકો પાછા ખેંચવાના મોસ્કોના પગલા પર ખેદ વ્યક્ત કર્યો છે. યુદ્ધ બ્લોગર્સે તેને રશિયન સૈન્ય માટે કાળો અધ્યાય ગણાવ્યો છે.












Click it and Unblock the Notifications
