યુક્રેનની જાસૂસી એજન્સીના વડાની વાઈફને ઝેર અપાયુ, જાણો કેમ?

યુક્રેનના ટોચના જાસૂસ ચીફની પત્નીને હેવી મેટલ પોઈઝન આપીને મારવાનો પ્રયાસ કરાયો છે. જો કે તે સલામત છે અને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

યુક્રેનના મિલિટરી ઇન્ટેલિજન્સ એજન્સીના પ્રવક્તાએ જણાવ્યું કે હેવી મેટલ પોઈઝન યુક્ત ખોરાક ખાવાથી તેમની સ્થિતિ વધુ ખરાબ થઈ છે.

Mariana Budanova

મરિયાના બુડાનોવા યુક્રેનના ટોચના જાસૂસ કિરીલ બુડાનોવની પત્ની છે, જે યુક્રેનની GUR લશ્કરી ગુપ્તચર એજન્સીના વડા છે. જો ઝેર ક્યારે આપવામાં આવ્યું તે હજુ સ્પષ્ટ નથી. પરંતુ તેમની તબિયત બગડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

યુક્રેનિયન ઇન્ટેલિજન્સ એજન્સી GUR ના પ્રવક્તા એન્ડ્રે યુસોવે જણાવ્યું કે, હા, હું માહિતીની પુષ્ટિ કરી શકું છું. કમનસીબે, આ સાચું છે. યુક્રેનિયન મીડિયાના અહેવાલો પછી પ્રવક્તા એન્ડ્રે યુસોવે રોઇટર્સને આ માહિતી આપી. એવો પણ દાવો કરાયો છે કે, અન્ય ઘણા GUR અધિકારીઓ પણ ઝેરના કારણે બીમાર થયા છે.

અહેવાલો અનુસાર, બુડાનોવા લાંબા સમયથી ખબાર તબિયતથી પીડિત હતી. સામાન્ય નાગરિક અથવા લશ્કરી જીવનમાં ન મળી આવતા હેવી મેટલ ઝેરની ઓળખ કરવામાં આવી છે. આ એક પ્લાન માટે કરવામાં આવ્યુ છે.

જણાવી દઈએ કે, યુક્રેનિયન જાસૂસી એજન્સીના વડા બુડાનોવને એક ઘાતક જાસૂસ માનવામાં આવે છે, તેથી તે ક્રેમલિનને બિલકુલ પસંદ નથી. બુડાનોવે ઘણી રશિયન ગુપ્તચર યુક્તિઓને ડીકોડ કરી છે અને તેણે રશિયા સામે ઘણા સફળ ઓપરેશનો કર્યા છે. તેના ઘણા ઓપરેશનો રશિયાની અંદર પણ હતા. તેની હત્યાના પ્રયાસો ઘણી વખત કરવામાં આવ્યા પરંતુ દરેક વખતે તે બચવામાં સફળ રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X