For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એ મહિલા જેમની કામુકતાના કરોડો યુવાનો દીવાના હતા

એ મહિલા જેમની કામુકતાના કરોડો યુવાનો દીવાના હતા

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

કૉલેજના દિવસોમાં ઘણા બધા યુવાઓએ લેડી ચેટર્લીનો કિસ્સો વાંચ્યો હશે.

જમીનદાર પરિવારની મહિલાના એક નોકરની સાથેના શરીરસંબંધોને ડી. એચ. લૉરેન્સે પોતાની નવલકથા 'લેડી ચેટર્લીઝ લવર'માં સવિસ્તાર વર્ણવ્યા હતા.

લેડી ચેટર્લીની કામુકતાના ઘણા બધા યુવાનો દીવાના બની ગયા હતા.

તેમને લાગતું હતું કે લૉરેન્સની નવલકથાનું આ પાત્ર હકીકતમાં તેમની જિંદગીમાં આવી જાય તો કેવી મજા આવી જાય!

નાદાન, મદમસ્ત, કામુક લેડી ચેટર્લીએ દુનિયાભરમાં કરોડો લોકોને પોતાના દીવાના બનાવી દીધા હતા.

પરંતુ, લેડી ચેટર્લીના કિસ્સાના રસિક કરોડો લોકોમાંથી બહુ ઓછા જ લોકોને ખબર હશે કે ડી. એચ. લૉરેન્સની નવલકથાનું એ પાત્ર કોઈ રચિત પાત્ર નહોતું.

તે પાત્ર એક કલ્પના માત્ર નહોતું પરંતુ જીવતી-જાગતી મહિલા હતી, જે લૉરેન્સના જીવન ઉપર ઊંડી અસર છોડી ગઈ હતી.

એ મહિલાનું નામ હતું ફ્રીદા વૉન રિચથોફેન.

વિખ્યાત બ્રિટીશ લેખિકા એનાબેલ એબ્સે ફ્રીદા વૉન રિચથોફેનના જીવન ઉપર પ્રકાશ પાડતું પુસ્તક લખ્યું છે, જેનું નામ છે 'ફ્રીદા'.

ફ્રીદાના જીવન વિષે બહુ જ ઓછા લોકોને જાણકારી છે. તેઓ ડી. એચ. લૉરેન્સનાં પ્રેમિકા હતાં, પ્રેરણા હતાં અને હમરાઝ પણ હતાં.

અંગ્રેજી ભાષાનો શબ્દ મ્યૂઝ(muse) એવા વ્યક્તિ માટે વાપરવામાં આવે છે, જે કોઈ કલાકારને કંઈક નવું રચવા-ઘડવા માટે પ્રેરણા આપે.

દુનિયામાં ઘણા એવા લોકો થઈ ગયા છે, જેમણે કલાકારોને એકથી એક ચઢિયાતી કૃતિઓ રચવાની પ્રેરણા આપી છે.

ડી. એચ. લૉરેન્સના જીવનમાં આવેલાં ફ્રીદાએ પણ લૉરેન્સને લેડી ચેટર્લી જેવું પાત્ર ઘડવાની પ્રેરણા આપી અને લૉરેન્સને અમર બનાવી દીધા.


ફ્રીદાની જિંદગી

પ્રતીકાત્મક તસવીર

ખુદ ફ્રીદાની જિંદગી કેવી હતી? શું તેઓ ખરેખર લેડી ચેટર્લી જેવાં કામુક અને ઉન્મુક્ત મહિલા હતાં?

ફ્રીદાની જિંદગી ઉપર નજર કરીએ, તો તમને કથા સાવ જુદી જ નજરે પડશે.

તેઓ પોતે ભલે લૉરેન્સની સાહિત્યિક કૃતિઓમાં નોંધાયેલાં ઘણાં બધાં મહિલા પાત્રોની પ્રેરણા હતાં.

પરંતુ, ફ્રીદાની પોતાની જિંદગી હકીકતથી બિલકુલ અલગ હતી.

ફ્રીદા વૉન રિચથોફેન, ડી એચ લૉરેન્સનાં પ્રેમિકા, હમરાઝ, મૉડલ અને 'પંચિંગ બૅગ' પણ હતાં.

ફ્રીદા, ગરીબીનો શિકાર થઈ ગયેલા જર્મન સામંતનાં દીકરી હતાં.

રખડું મિજાજની ફ્રીદાને જોખમ ભરેલાં કામો કરવામાં આનંદ આવતો હતો.

તેઓ બૌદ્ધિક પ્રેરણા માટે તડપતાં હતાં પરંતુ એ વખતના યુરોપીયન સમાજમાં મહિલાઓને બરાબરીનો દરજ્જો મળતો ન હતો.

ગરીબ બાપના ઘરના અંકુશોમાંથી આઝાદીનો એક જ રસ્તો ફ્રીદાની પાસે હતો અને એ હતો લગ્ન.

1899માં ફ્રીદાએ ફક્ત વીસ વર્ષની ઉંમરમાં બ્રિટીશ ભાષાના વૈજ્ઞાનિક અર્નેસ્ટ વિકલે સાથે લગ્ન કરી લીધાં.

લગ્ન બાદ ફ્રીદા જર્મનીથી ઇંગ્લૅન્ડના નોટીંઘમ શહેરમાં રહેવા આવી ગયાં.

એ વખતે નોટીંઘમ એક ઔદ્યોગિક શહેર હતું, જ્યાં કારખાનાઓનો અવાજ પણ હતો અને પ્રદૂષણ પણ.

ફ્રીદાએ જે આશા સાથે લગ્ન કર્યાં હતાં, તે જલ્દી તૂટી ગઈ. પતિ અર્નેસ્ટ વીકલીને જવાન પત્નીથી વધુ કાલ્પનિક શબ્દોમાં રસ હતો.

ફ્રીદા ફરીથી એક વાર એકલાં બની ગયાં, તેમની સાથે હતી તેમની મહેચ્છાઓ અને ગુસ્સો પણ.

એક તરફ પતિ અર્નેસ્ટ પોતાનું પુસ્તક લખવામાં વ્યસ્ત, તો બીજી તરફ ફ્રીદા પોતાનાં ત્રણ બાળકોને ઉછેરવામાં વ્યસ્ત.

જ્યારે પહેલું બાળક સાત વર્ષનું થઈ ગયું, તો એકવાર ફરી ફ્રીદાને પોતાની અંદર એક વિચિત્ર ઘોંઘાટ, એક સખત પ્રકારની બેચેનીનો અનુભવ થયો.

તેમને લાગ્યું કે તેઓ શું ખબર શું બની શકતાં હતાં, શું કરી શકતાં હતાં. પરંતુ, તે તો ઘરેલું જવાબદારીઓનાં કેદી બની ગયાં હતાં.

ફ્રીદાની આ ગૂંચવણને તેની આનંદી બહેન એલસ વૉન રિચથોફેને દૂર કરી.

બહેને ફ્રીદાને અનૈતિક સંબંધ રાખવાની સલાહ આપી દીધી.

ફ્રીદાના મનોવૈજ્ઞાનિક ઓટો ગ્રૉસ સાથે તેમના અનૈતિક સંબંધો બંધાઈ ગયા.

ગ્રૉસ, ફ્રીદાનો આશિક બની ગયો પરંતુ આ સંબંધથી પણ ફ્રીદાની બેચેની દૂર ના થઈ.


તમે આ વાંચ્યું કે નહીં?



નવો સંબંધ

પ્રતીકાત્મક તસવીર

એક દિવસ અચાનક ફ્રીદા વૉન રિચથોફેનની જિંદગીમાં ડી. એચ. લૉરેન્સની એન્ટ્રી થઈ.

લૉરેન્સ, જે ફ્રીદાના પતિના શિષ્ય હતા, એક દિવસ લંચ ઉપર આવ્યા.

એક ખાણ મજૂરના દીકરા લૉરેન્સ ઉંમરમાં ફ્રીદા કરતાં છ વર્ષ નાના હતા.

બને વચ્ચે બસ એક ગરમાગરમ દલીલે નવા સંબંધને જન્મ આપી દીધો.

ફ્રીદા અને લૉરેન્સનો સંબંધ વિચિત્ર હતો. બંને એકબીજાને પ્રેમ પણ કરતાં હતાં અને ખૂબ ઝઘડતા પણ હતાં.

ફ્રીદા શક્તિશાળી હતાં છતાં પણ લૉરેન્સ તેમને મારવામાં સફળ થઈ જ જતા હતા.

લૉરેન્સની આત્મકથા લખનારા બ્રેંડા મૈડૉક્સે લખ્યું છે કે ફ્રીદા અને લૉરેન્સની વચ્ચે શાબ્દિક યુદ્ધ પણ ખૂબ થતાં હતાં.

એનાબેલ એબ્સે ફ્રીદાની આત્મકથાની શરૂઆત લૉરેન્સ સાથેની બીજી મુલાકાતથી કરી છે. એ દિવસે ફ્રીદાની નોકરાણી નહોતી આવી.

ફ્રીદાને ચા બનાવતા પણ નહોતી આવડતી. તો લૉરેન્સે પાણી ગરમ કરીને બંને માટે ચા બનાવી. પછી લૉરેન્સે ઘરનાં એંઠાં વાસણ પણ ધોયાં.

એનાબેલ લખે છે કે લૉરેન્સે ફ્રીદાને પૂછ્યું, "શું તમે કાયમ આવા જ આળસુ હોવ છો?"

ફ્રીદાએ જવાબ આપ્યો હતો, "તમે જે રીતે મારી સાથે વાત કરો છો, તમારો એ અંદાજ મને ગમે છે."

ભલે લૉરેન્સને ફ્રીદાના દરેક નખરા ઉઠાવતો બતાવવામાં આવ્યો હોય પરંતુ લૉરેન્સે ફ્રીદાને બહુ જ તકલીફો આપી.

લૉરેન્સે ફ્રીદા માટે કપડાં સીવ્યાં પરંતુ તેમની જિંદગી તાર-તાર કરી દીધી.

લૉરેન્સે ફ્રીદાના પતિ અર્નેસ્ટ વીકલેને પત્ર લખીને ફ્રીદા સાથેના પોતાના અનૈતિક સંબંધો વિષે જણાવી દીધું.

જેનું પરિણામ એ આવ્યું કે ફ્રીદાને પોતાનાં બાળકોને મળવા ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો.

એક તરફ ફ્રીદા તકલીફમાં, તો બીજી તરફ ડી. એચ. લૉરેન્સ પણ. આ હાલતમાં પણ લૉરેન્સે ફ્રીદા સાથે ઘણી વાર મારામારી કરી.

જોકે, તેઓ વારંવાર એમ પણ કહેતા હતાં કે તેમની કૃતિઓને ફ્રીદાની જરૂર છે.




લૉરેન્સની કૃતિઓના નામે પોતાનું જીવન

લેડી ચૈટર્લી

એનાબેલ લખે છે કે ફ્રીદાને લૉરેન્સના ગુસ્સામાં પણ આનંદ આવતો હતો.

જેનું પરિણામ એ હતું કે પોતાના અપમાનું કારણ પોતે જ બની ગયાં.

જોકે, બંનેના મિત્રોને ઘણી વાર લાગ્યું કે તેમનો સંબંધ સમાપ્ત થઈ ગયો.

પરંતુ ફ્રીદા 1930માં ડી. એચ. લૉરેન્સના મૃત્યુ સુધી તેમની સાથે રહ્યાં.

આ ઝેરીલા સંબંધને નિભાવવાની ફ્રીદાએ ભારે કિંમત ચૂકવી. તેમને તેમનાં બાળકોથી દૂર થવું પડ્યું.

ફ્રીદાએ પોતાનું જીવન, લૉરેન્સની કૃતિઓને નામે કરી દીધું.

એનાબેલ એબ્સના શબ્દોમાં ફ્રીદાને લાગતું હતું કે એ ચીર-ફાડ કરીને ફેંકી દેવામાં આવેલા સસલા જેવું અનુભવતી હતી.

ફ્રીદા વૉન રિચથોફેનની આત્મકથાને જે રીતે એનાબેલ એબ્સે લખી છે, તેનાથી લાગે છે કે ફ્રીદાની અંદર ક્રિએટીવીટીનો જુવાળ ઉછાળા મારતો હતો.

તેઓ પોતાના સાથીની સાથે મળીને નવી રચનાઓ ઘડવા ઇચ્છતાં હતાં પરંતુ તેઓ ખોટા સમયમાં જન્મ્યાં હતાં.

તેઓ પ્રેમિકા અને પ્રેરણા તો હતાં પરંતુ રચનાકારે એનું શ્રેય તેમને આપ્યું નહીં. કદાચ પ્રેરણા બનવાવાળાઓનો આવો જ અંત આવે છે.




પ્રેરણાસ્રોત

આજે પ્રગતિશીલ મહિલાઓ, કોઈનો પ્રેરણાસ્રોત બનવું પોતાનું અપમાન સમજે છે.

જોકે, પુરુષવાદી સમાજમાં લાંબાગાળા સુધી મહિલાઓને આવા જ પાત્રોના દાયરામાં રાખવામાં આવી છે.

જેમ કે ચાર્લ્સ ડિકન્સ અને તેમની નિષ્ફળ અભિનેત્રી પ્રેયસી નેલ્લી ટર્નનને જ લો. બંનેની ઉંમરમાં લાંબુ અંતર હતું.

જોકે, ડિકન્સનાં ઘણાં પાત્રોની પ્રેરણા બનેલાં નેલ્લીએ પોતાની જાતે જ ખતમ કરીને ડિકન્સને સફળ બનાવ્યા.

આમ તો, કોઈ પ્રેરણાસ્રોત હંમેશાં પ્રેમી જ હોય, એ જરૂરી નથી.

બ્રિટીશ કવિ વિલિયમ બટલર યેટ્સે ઘણીવાર મૉડ ગોન સમક્ષ પ્રણયનો એકરાર કર્યો, પરંતુ દરેક વખતે તેમનો પ્રસ્તાવ ઠુકરાવી દેવામાં આવ્યો.

તો દાન્તેનો બિટ્રિસ તરફનો પ્રેમ ફક્ત સંગીતમય હતો.

જ્યારે બંનેની મુલાકાત થઈ, જ્યારે દાન્તે આંઠ વર્ષના અને બિટ્રિસ નવ વર્ષનાં હતાં.

એ પછી આખાય જીવનમાં તેઓ ફક્ત એકવાર ફરી મળ્યાં હતાં.

પ્રતીકાત્મક તસવીર

25 વર્ષની ઉંમરમાં બીટ્રિસે આ દુનિયાને વિદાય કહી દીધી હતી.

છતાં પણ દાન્તેને બીટ્રિસ તરફથી પોતાની તમામ કૃતિઓની પ્રેરણા મળી.

મ્યૂઝ એટલે પ્રેરણાસ્રોતને હંમેશાં કોઈ કલાકારને નવી કૃતિઓ રચવાની પ્રેરણા આપનારા તરીકે જ યાદ કરવામાં આવે છે.

યાદી લાંબી છે. સેમ્યુઅલ જૉનસનની નિકટતા મિત્ર હેસ્ટર થ્રાલ હોય, અથવા પછી બૉડેલેયરની પ્રેયસી જ્યાં ડુવાલ.

ડુવાલનું તો પોતાનું નામ સુદ્ધાં ગુમ થઈ ગયું હતું. બૉડેલેયર તેમને બ્લેક વિનસ કહીને બોલાવતા હતા.

આવું ફક્ત મહિલાઓ સાથે થયું હોય, એવું પણ નથી. જે પુરુષ, કલાકારોના પ્રેરણાસ્રોત બન્યા, તેમની હાલત પણ આવી જ થઈ.

મ્યૂઝની કલ્પના યૂનાનથી શરૂ થઈ હતી, જેી એક જ મુરાદ હતી, પુરુષોની નજરોને શાતા આપનારા એ લોકો જે પોતાને મિટાવી દે. પરંતુ, કલાકારોને નવી રચનાઓની પ્રેરણા આપે.

આજે એકવીસમી સદીમાં આવી પરીભાષાના ખાંચામાં બંધાવું તો કદાચ જ કોઈને મંજૂર હોય.

આજે તો લેખકોની પાસે એવા પ્રેરણાસ્રોતો માટે જ સમય નથી. આજે આ આઉટ ઑફ ફેશન થઈ ગયું છે.

આ સ્થિતિમાં ફ્રીદા વૉન રિચથોફેન જેવાઓનું શું થશે? એ સમયે ફ્રીદાની રચનાત્મક બેચેની દૂર કરવાનો આ એકમાત્ર વિકલ્પ જ ખુલ્લો હતો.

જેણે લેડી ચેટર્લી જેવા અમર પાત્રને જન્મ આપ્યો પરંતુ આ ભૂમિકાએ ફ્રીદાનું જીવન પાયમાલ કરી નાખ્યું.

તેઓ પોતે રચનાઓ ઘડવા ઇચ્છતાં હતાં પરંતુ અંતે, તેઓ એક કામુક પાત્રનો પ્રેરણાસ્રોત માત્ર બનીને રહી ગયાં.

https://www.youtube.com/watch?v=xqNUfSjW3EY

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
The woman whose sexuality millions of young people were obsessed with
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X