14 હજાર ચાર્જ કરતી મહિલા થેરેપિસ્ટે અફેરમાં શારીરિક સંબંધ બાંધ્યા, પછી બોલી- રેપ થયો
14 હજાર ચાર્જ કરતી મહિલા થેરેપિસ્ટે અફેરમાં શારીરિક સંબંધ બાંધ્યા, પછી બોલી- રેપ થયો
નવી દિલ્હીઃ પોલીસે ક્લાઈન્ટ સાથે સંબધ બનાવવા બદલ એક મહિલા થેરેપિસ્ટની ધરપકડ કરી છે. એક સેશન માટે આ મહિલા થેરેપિસ્ટ 14000 રૂપિયા ચાર્જ કરતી હતી. મામલો અમેરિકાના મિલેસોટાનો છે. થેરેપિસ્ટનું નામ જોહાન્ના લી મૈમ છે અને તેને ક્રિમિનલ સેક્સ્યુઅલ કંડક્ટ માટે દોષિ માનવામાં આવી છે અને આ ગુનામાં તેને 15 વર્ષની સજા થઈ શકે છે. જોહન્નાની ઉંમર 43 વર્ષની છે. જાણકારી મુજબ મિલેસોટા પોલીસે ગત 11 ક્ટોબરે જોહન્નાની ધરપકડ કરી હતી.
71 લાખના બોન્ડ પર જામીન મળ્યા
11 ઓક્ટોબરે ધરપકડ થયા બાદ 71 લાખના બોન્ડ પર તને જામીન આપવામાં આવ્યા. ડેલી મેલના રિપોર્ટ મુજબ થેરેપિસ્ટે જૂઠું બોલતાં ક્લાઈન્ટ પર રેપ કરવાનો પણ આરોપ લગાવ્યો હતો. જ્યારે પીડિત ક્લાયન્ટે પોલીસને કહ્યું કે બંને વચ્ચે 4 મહિના સુધી સહમતિથી સંબંધ રહ્યા હતા.
થેરેપી સેશનમાં જ સૌથી પહેલા શારીરિક સંબંધ બન્યા હતા
યૌન સંબંધની શરૂઆત થેરેપી સેશનથી જ થઈ હતી. પીડિત શખ્સે પોલીસને વૉયસમેલ અને ટેક્સ્ટ મેસેજ પણ દેખાડ્યા. જ્યારે પોલીસે થેરેપિસ્ટના ફોનની તપાસ કરી તો માલૂમ પડ્યું કે તેણે ક્લાયન્ટના મોટાભાગના મેસેજ ડિલિટ કરી દીધા છે. બાદમાં સબૂત સામે આવવા પર તેણે અફેરની વાત સ્વીકારી લીધી અને કહ્યું કે તેના ક્લાયન્ટે ક્યારેય રેપ નથી કર્યો.
ટીચરે સ્ટૂડેન્ટ સાથે સંબંધ બાંધ્યો હતો
આવો જ એક કિસ્સો ઓસ્ટ્રેલિયામાં સામે આવ્યો હતો. બ્રેડવુડ સ્થિત રીડ-કલસ્ટર હાઈ સ્કૂલની એક લેડી ટીચરે પોતાના જ વિદ્યાર્થી સાથે 20 વખત શારીરિક સંબંધ બનાવ્યા હતા. આ લેડી ટીચરે આ વિદ્યાર્થીના ફોન પર ગંદી ફિલ્મ અને 9000 જેટલા મેસેજ પણ મોકલ્યા હતા.
કમલેશ તિવારી હત્યાકાંડમાં ત્રણ આરોપીઓએ અપરાધ કબૂલ્યોઃ ગુજરાત એટીએસ