21મી સદીના નેસ્ત્રાદમસે કરી ત્રીજા વિશ્વ યુદ્ધની આગાહી, સાચી થઇ છે આ ભવિષ્યવાણી

દુનિયામાં ઘણા ભવિષ્યવેતા થયા છે, જેમની ભવિષ્યવાણીઓ પર વિશ્વાસ કરે છે. જેમાં બુલ્ગારિયાના બાબા વેંગા અને નેસ્ત્રાદમસના નામ સૌથી ચર્ચિત છે. હવે બ્રાઝિલના એક ભવિષ્યવક્તાની તુલના નેસ્ત્રાદમસ સાથે કરવામાં આવી રહી છે.

દુનિયામાં ઘણા ભવિષ્યવેતા થયા છે, જેમની ભવિષ્યવાણીઓ પર વિશ્વાસ કરે છે. જેમાં બુલ્ગારિયાના બાબા વેંગા અને નેસ્ત્રાદમસના નામ સૌથી ચર્ચિત છે. હવે બ્રાઝિલના એક ભવિષ્યવક્તાની તુલના નેસ્ત્રાદમસ સાથે કરવામાં આવી રહી છે. તેને 21મી સદીનો નેસ્ત્રાદમસ પણ કહેવામાં આવે છે. આ વ્યક્તિનું નામ એથોસ સૈલોમે છે, જેની ઘણી ભવિષ્યવાણી સાચી સાબિત થઇ છે.

athos salome

બ્રાઝિલના ભવિષ્યવેતા એથોસ સલોમેએ દાવો કર્યો છે કે, કોરોનાવાયરસ રોગચાળો, એલોન મસ્કનો ટ્વિટર ખરદવાનો પ્રયાસ અને રાણી એલિઝાબેથ II ના મૃત્યુની આગાહી કરવામાં આવી હતી. આ સાથે એથોસે એલોન મસ્કના હ્યુમનોઇડ રોબોટ વિશે પણ જણાવ્યું હતું. હવે એથોસે ખૂબ જ ભયાનક ચેતવણી આપી છે અને તેઓ દાવો કરે છે કે, ત્રીજું વિશ્વ યુદ્ધ શરૂ થઈ ગયું છે. ચાલો જાણીએ કે નોસ્ટ્રાડેમસના નવા યુગના એથોસ દ્વારા કઈ ભવિષ્યવાણીઓ કરવામાં આવી છે.

એથોસ સલોમેએ દાવો કર્યો છે કે, રશિયાના યુક્રેન પર આક્રમણ બાદ ત્રીજું વિશ્વ યુદ્ધ શરૂ થયું છે, પરંતુ એથોસ સાલોમેની ઘણા લોકો દ્વારા ટીકા કરવામાં આવે છે અને તેને તુક્કાબાઝ તરીકે વર્ણવવામાં આવે છે. લોકોની આ ટીકા પર તે કહે છે કે. હું મારી જાતને પયગંબર નથી માનતો. આ ઉપરાંત હું ધર્મમાં પણ માનતો નથી.

આ સાથે એથોસ દાવો કરે છે કે, તેની કુશળતાને વિજ્ઞાન દ્વારા પણ ગણવામાં આવે છે. તેમણે કહ્યું કે, તેમનું અને તેમની આગાહીઓની યાદીનું ટેકનિકલ વિશ્લેષણ કરવામાં આવ્યું છે, જેમાં કોઈ તથ્યો મળતા નથી.

એથોસ સલોમે કહે છે કે, 12 વર્ષની ઉંમરે તેને અહેસાસ થયો કે, તે અન્ય લોકોથી સંપૂર્ણપણે અલગ છે. તેમણે જણાવ્યું હતું કે, તે એવી ઘટનાઓ વિશે વાત કરવાનું પસંદ કરે છે, જેના પર તેનો કોઈ નિયંત્રણ નથી. તેમણે જણાવ્યું હતું કે, તેને પોતાની જાત પર શંકા છે. તેમણે કહ્યું કે, કેટલીકવાર તે કંઈક એવું બોલે છે જે શક્ય નથી, પરંતુ પછી તે સાચું સાબિત થાય છે. તે કહે છે કે, તેની ક્ષમતા ભગવાનનો આશીર્વાદ છે. તેમણે કહ્યું કે, દરેક મનુષ્ય ભગવાનના અંશથી બનેલો છે અને તેથી તે અડધા ભગવાન પણ છે.

જાણો શું છે આગાહી

એથોસ માને છે કે, લોકોને મદદ કરવા માટે તેને દુનિયામાં મોકલવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, તેમને તેમની ભેટમાં ભવિષ્ય કહેવાની શક્તિ મળી છે. તે કહી શકે છે કે, લોકો જીવનમાં શું શોધી રહ્યા છે. તેમનો દાવો છે કે, વર્ષ 2012માં કોરોના મહામારીની આગાહી કરવામાં આવી હતી. તેમણે 44 દિવસ પહેલા જ યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધની જાહેરાત કરી હતી.

એથોસે 28 માર્ચ, 2021ના રોજ 2022 માટેની આગાહીઓ લખી હતી. તેમણે લખ્યું છે કે, માણસોની જગ્યાએ રોબોટ બનાવવામાં આવશે. તેનો દાવો છે કે, તેણે મહારાણી એલિઝાબેથના મૃત્યુ અંગે પણ માહિતી આપી હતી. એથોસે દાવો કર્યો છે કે, ત્રીજું વિશ્વ યુદ્ધ વર્ષ 2022માં જ શરૂ થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X