Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

દુનિયાની સૌથી ખરાબ વાનગીઓમાં સામેલ કરાઈ ભારતની આ વાનગી, તમે તેને રોજ ખાઓ છો

દુનિયાભરમાંથી લોકો ભારતીય ટ્રેડિશનલ ખાણીપાણી માટે આવે છે. અહીંની ઘણી વાનગીઓ દુનિયાભરમાં ફેમસ છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે હાલમાં જ એક ભારતીય વાનગીને દુનિયાની સૌથી બકવાસ 100 વાનગીઓમાં સામેલ કરાઈ છે.

ભારતનું નામ ખાણીપીણી માટે વારંવાર લેવામાં આવે છે. અહીં વિવિધતા માત્ર પહેરવેશ અને બોલીમાં જ નહીં પરંતુ ખાણીપીણીમાં પણ જોવા મળે છે.

Worlds Worst Dishes

અહીં દરેક રાજ્ય અને શહેરની પોતાની આગવી વિશેષતા છે. આ જ કારણ છે કે લોકો અહીં માત્ર આ દેશની સુંદરતા જોવા જ નહીં પરંતુ અહીંના સ્વાદિષ્ટ ભોજનનો સ્વાદ માણવા પણ ભારત આવે છે.

ભારતમાં ઘણી સ્વાદિષ્ટ વાનગીઓ બને છે, જેને દેશ-વિદેશમાં પસંદ કરવામાં આવે છે. આટલું જ નહીં તેમના સ્વાદને કારણે ભારતીય વાનગીઓ ઘણી સૂચિમાં પોતાનું સ્થાન બનાવવામાં સફળ થાય છે.

આ ક્રમમાં ફરી એકવાર એક યાદી બહાર પાડવામાં આવી છે, જેમાં વધુ એક ભારતીય વાનગીએ પોતાનું સ્થાન બનાવ્યું છે. જો કે આ યાદીમાં દુનિયાની સૌથી ખરાબ વાનગીઓના નામ સામેલ કરવામાં આવ્યા છે.

હાલમાં જ ટેસ્ટ એટલાસે વિશ્વની ટોચની 100 સૌથી ખરાબ રેટિંગવાળી ખાદ્ય વસ્તુઓની યાદી જારી કરી છે. ટેસ્ટ એટલાસ એ એક પ્રખ્યાત ઓનલાઈન ફૂડ પોર્ટલ છે જે વારંવાર વિશ્વભરમાંથી વિવિધ ફૂડ લિસ્ટ બહાર પાડે છે.

આ ક્રમમાં તાજેતરમાં જ આ ફૂડ પોર્ટલે વિશ્વના ટોચના 100 ખરાબ ખાદ્ય પદાર્થોની યાદી બહાર પાડી છે, જેમાં ભારતના પ્રખ્યાત બટેટા રીંગણના શાકને પણ સ્થાન મળ્યું છે.

આ યાદીમાં સામેલ વાનગી આલૂ બૈંગન એક લોકપ્રિય ભારતીય ગ્રેવી વાનગી છે. ટોપ 100 યાદીમાં આ વાનગીએ 60મું સ્થાન મેળવ્યું છે. આલુ બૈંગન એક પ્રખ્યાત ભારતીય કરી છે, જે બટાકા, રીંગણ, ડુંગળી, ટામેટા, આદુ-લસણની પેસ્ટ અને મસાલાના મિશ્રણમાંથી બનાવવામાં આવે છે. ભારતમાં આ શાકભાજીને તાજા બારીક સમારેલા લીલા ધાણાના પાનથી સજાવવામાં આવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X