શ્રીલંકાઃ સીરિયલ બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 10 ભારતીયોનાં મોત, સુષ્મા સ્વરાજે કરી પુષ્ટિ
શ્રીલંકાઃ સીરિયલ બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 10 ભારતીયોનાં મોત, સુષ્મા સ્વરાજે કરી પુષ્ટિ
નવી દિલ્હીઃ રવિવારે શ્રીલંકામાં થયેલ આઠ સીરિયલ બ્લાસ્ટમાં મરનાર ભારતીયોની સંખ્યા વધીને 10 થઈ ગઈ છે. વિદેશ મંત્રીલ સુષ્મા સ્વરાજે મંગળવારે પુષ્ટિ કરી છે. શ્રીલંકા પોલીસ તરફથી આપવામાં આવેલ જાણકારી મુજબ આ બ્લાસ્ટમાં કુલ મૃતકોની સંખ્યા 290થી વધીને 310 પર પહોંચી ગઈ છે. સોમવારે રાત્રે કેટલાક ઘાયલોનું નિધન થયું છે.

સુષ્મા સ્વરાજે આપી જાણકારી
સુષ્મા સ્વરાજે ટ્વીટ કરીને લખ્યું કે, આ વાત કહેતા બહુ દુઃખ થઈ રહ્યું છે કે વધુ બે ભારતીય એ મારેગૌડા અને એચ પુટ્ટારાજૂનું રવિવારે શ્રીલંકામાં થયેલ બ્લાસ્ટમાં નિધન થયું. જે બાદ હવે 10 ભારતીયો આ હુમલામાં જીવ ગુમાવી ચૂક્યા છે. સુષ્મા પહેલા કોલંબો સ્થિત ભારતીય ઉચ્ચઆયોગ તરફથી આ વાતની જાણકારી આપવામાં આવી હતી. આઠ સીરિયલ બ્લાસ્ટમાં કર્ણાટકથી જનતા દળ સેક્યુલર (જેડીએસ)ના ચાર નેતાઓ કેએમ લક્ષ્મીનારાયણ, લક્ષ્મણ ગૌડા રમેશ, કેજી હનુમંતરાયપ્પા અને એમ રાંગપ્પાનું બ્લાસ્ટમાં નિધન થયું છે. કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ બે કાર્યકર્તાઓના નિધન પર શોક જતાવ્યો છે. પાર્ટીના સાત નેતા કોલંબો ગયા હતા અને આ નેતા હોટલ સાંગરી-લામાં રોકાયા હતા જેને બ્લાસ્ટમાં આતંકવાદીઓએ ટાર્ગેટ બનાવી હતી. કુમારસ્વામીએ કહ્યું કે તેઓ આ અહેવાલ સાંભળી દુઃખી છે.
આ પણ વાંચો- શ્રીલંકા બ્લાસ્ટઃ કોલંબોમાં ચર્ચ પાસે થયો વધુ એક ધમાકો, બોમ્બ ડિફ્યુઝ કરતા થયો બ્લાસ્ટ
હુમલા પાછળ તૌહીદ જમાત
શ્રીલંકાની સરકારે રવિવારે હુમલા માટે સ્થાનિક ઈસ્લામિક સંગઠન નેશનલ તૌહીદ જમાતને દોષિ ઠેરવ્યું છે. સરકાર તરફથી કહેવામાં આવ્યું કે કુલ સાત આત્મઘાતી હુમલાખોરો એ આ હુમલાને અંજામ આપ્યો છે. સોમવારે કોલંબોમાં એક ચર્ચ નજીક એક બ્લાસ્ટ થયો. ન્યૂઝ એજન્સી રૉયટર્સ તરફથી આપવામાં આવેલ જાણકારી મુજબ આ ધમાકો બોમ્બ ડિફ્યૂઝ કરતી સમયે થયો છે. સોવારે અડધી રાત્રેથી શ્રીલંકામાં રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરીસેનાએ દેશમાં ઈમરજન્સી લગાવવાનું એલાન કર્યું છે. શ્રીલંકા પોલીસના પ્રવક્તાના રૂવાન ગુંશંકરા તરફથી જણાવવામાં આવ્યું હતું કે 500 લોકો બ્લાસ્ટમાં ઘાયલ થયા છે. અત્યાર સુધી 40 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે.












Click it and Unblock the Notifications
