For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Tupolev Tu-160 Aircraft : રશિયાએ દુનિયાના સૌથી મોટા સુપરસોનિક બોમ્બર રજૂ કર્યું, દુશ્મન દેશોની વધારી ચિંતા

અપગ્રેડ થયા બાદ તેમાં અત્યંત ઘાતક હાઈપરસોનિક KH-47M2 કિંજલ મિસાઈલ લગાવી શકાય છે. આ પરમાણુ મિસાઇલોને ડેગર અથવા કિલજોય તરીકે પણ ઓળખવામાં આવે છે.

|
Google Oneindia Gujarati News

Tupolev Tu-160 Aircraft : પશ્ચિમી દેશોને પરમાણુ યુદ્ધની ચેતવણી અને યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સોમવારના રોજ દુનિયાના સૌથી મોટા સુપરસોનિક બોમ્બર રજૂ કર્યું છે. જેનું નામ ટુરોલેવ ટીયુ 160 (Tupolev Tu-160 Aircraft) છે, જે વાઇટ સ્વોનના નામથી પણ ઓળખાય છે.

હવે યુદ્ધ માટે તૈયાર છે Tupolev Tu-160 Aircraft

હવે યુદ્ધ માટે તૈયાર છે Tupolev Tu-160 Aircraft

ડેગર મિસાઇલથી સજ્જ, Tupolev Tu-160 Aircraftએ સોમવારના રોજ તેની પ્રથમ ઉડાન ભરી છે. જેનું એક ફૂટેજ સામે આવ્યું છે,જેમાં આ એરક્રાફ્ટ ટેક ઓફ કરતા જોવા મળી રહ્યું છે. તે ઘણા પરીક્ષણોમાંથી પસાર થયું છે. તે પણ બતાવે છે કે, Tupolev Tu-160Aircraft સફળતાપૂર્વક ઉતરી રહ્યું છે, જેનો અર્થ છે કે, Tupolev Tu-160 Aircraft હવે યુદ્ધ માટે તૈયાર છે.

હાઇપરસોનિક મિસાઇલથી સજ્જ

હાઇપરસોનિક મિસાઇલથી સજ્જ

અપગ્રેડ થયા બાદ તેમાં અત્યંત ઘાતક હાઈપરસોનિક KH-47M2 કિંજલ મિસાઈલ લગાવી શકાય છે. આ પરમાણુ મિસાઇલોને ડેગરઅથવા કિલજોય તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમની રેન્જ 1200 માઇલથી વધુ છે.

કિંજલ મિસાઈલ 1000 પાઉન્ડ સુધીના દારૂગોળોઉપરાંત પરમાણુ હથિયાર લઈ જવા માટે પણ સક્ષમ છે, પરંતુ ગતિ ઊર્જાની ક્ષમતા (સુપરસોનિક) સાથે આ મિસાઇલો સૌથી આધુનિક યુદ્ધજહાજોને નષ્ટ કરી શકે છે.

માર્ચથી યુક્રેન વિરુદ્ધ ડેગર મિસાઈલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રશિયાના યુનાઈટેડ એરક્રાફ્ટ કોર્પોરેશને જણાવ્યું છે કે, ટુપોલેવકંપની દ્વારા વિકસિત Tupolev Tu-160 Aircraft અપગ્રેડ કરવામાં આવ્યું છે, જેણે સોમવારના રોજ પ્રથમ વખત ઉડાન ભરી હતી.

આ પરીક્ષણ દરમિયાન પાયલટોએ વિમાનની સ્થિરતા, સંચાલન ક્ષમતા અને નિયંત્રણનું પરીક્ષણ કર્યું હતું.

શું છે Tupolev Tu-160 Aircraft ની વિશેષતા

શું છે Tupolev Tu-160 Aircraft ની વિશેષતા

Tupolev Tu-160 Aircraft​ લશ્કરી ઉડ્ડયનમાં સૌથી મોટું સુપરસોનિક એરક્રાફ્ટ છે. Tupolev Tu-160 Aircraft વિશ્વનું સૌથીભારે વિમાન છે, જે પરમાણુ ક્રુઝ મિસાઈલ લઈ જઈ શકે છે.

વ્હાઇટ હંસ સોવિયેત સમયથી રશિયાની વ્યૂહાત્મક મિસાઇલ શક્તિનો આધારરહ્યો છે, પરંતુ હવે તેને વધુ આધુનિક બનાવવામાં આવ્યું છે.

બે અદ્યતન એરક્રાફ્ટ આ વર્ષે રિટાયર્ડ થવાના હતા. અન્ય રશિયન હાઇપરસોનિક મિસાઇલ સિસ્ટમની જેમ, રશિયા દાવો કરે છે કે, પશ્ચિમપાસે તેને અટકાવવાનું કોઈ સાધન નથી.

તાજેતરના અઠવાડિયામાં, રશિયાએ યુક્રેન સામેના તેના યુદ્ધની વચ્ચે તેની શસ્ત્રોની ક્ષમતા વધુનેવધુ દર્શાવી છે.

English summary
Tupolev Tu-160 Aircraft : Russia Introduces World's Largest Supersonic Bomber
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X