તુર્કીમાં સત્તાપરિવર્તનનાો વિફળ પ્રયાસ, 42 લોકોની મોત, 120ની અટક

તુર્કીમાં સેનાએ સત્તાપલ્ટો કરવાનો પ્રયાસ કર્યો છે. જેને નાકામ કરવામાં આવ્યો છે. જે બાદ વડાપ્રધાન બિનાલી યિલદીરીમે નિવેદન જાહેર કર્યું છે કે હાલ સ્થિતી કંટ્રોલમાં છે. અને કોઇ પણ તાકાત દેશની શાંતિ અને વ્યવસ્થાને નથી બદલી શકતી.

નોંધનીય છે કે આ બાદ લગભગ 120 લોકોની ધરપકડ કરવામાં આવી છે .અને પોલિસે સેનાના હેલિકોપ્ટરને તોડી પાડ્યા છે. આ સંધર્ષમાં લગભગ 17 પોલિસ કર્મીઓ સમેત 42 લોકોની મોત થઇ છે. અને તુર્કીના પ્રેસિડન્ટ રૈચેપ તૈયાત અર્દોઆનને સ્પેશ્યલ પ્લેનની મદદથી સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે.

turkey

નોંધનીય છે કે આ પહેલા વિદ્રોહી સેનાએ અંકારાના સંસદમાં બોમ્બ બ્લાસ્ટ પણ કરાવ્યો હતો. અને સામાન્ય લોકો પર ગોળીઓ પણ ચલાવી હતી. સરકારનું કહેવું છે કે સેનાનું એક ગ્રુપ સત્તા પરિવર્તનનો પ્રયાસ કરી રહ્યું છે. પણ તેમની આ ચાલને વિફળ બનાવવામાં આવી છે. ત્યારે આ ઘટના બાદ ભારત સરકારે તુર્કીમાં રહેતા ભારતીયોને સ્થિતિ સામાન્ય ના થાય ત્યાં સુધી ઘરમાં સુરક્ષિત રહેવાની અપીલ કરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X