Turkey Earthquake : તુર્કીમાં ફરી 5.5 ની તીવ્રતાનો ભૂકંપ, મૃત્યુઆંક 4300ને પાર
Turkey Earthquake : તબાહી વચ્ચે તુર્કી (હવે તુર્કીએ) માં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મંગળવારની સવારે 9 કલાકે આવેલા આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.5 માપવામાં આવી હતી.
Turkey Earthquake : તુર્કીમાં ભૂકંપને કારણે તબાહી મચી ગઇ છે. મંગળવારની સવારે આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.5 માપી છે. અમેરિકન જિયોલોજીકલ સર્વેની વેબસાઇટ અનુસાર, મંગળવારના રોજ પણ ભૂકંપનો મોટો આંચકો તુર્કી (તુર્કીએ) માં અનુભવાયા હતા. આ આંચકા સવારે 9 કલાકે અનુભવાયા હતા, જેની તીવ્રતા 5.5 માપવામાં આવી હતી.

ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 4,300 થયો
ઉલ્લેખનીય છે કે, તુર્કી અને સીરિયામાં ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 4,300 થયો છે. હજારો ઇમારતોના કાટમાળ વચ્ચે બચી ગયેલા લોકો માટેબંને દેશોના બચાવકર્તાઓ ખોદકામ કરી રહ્યા છે.

લગભગ 100 ભૂકંપના આંચકા અનુભવાયા
ભૂકંપમાં કુલ મૃત્યુઆંક 4300ને વટાવી ગયો છે. આ સાથે સીરિયામાં ભૂકંપના કારણે મચેલી તબાહીને કારણે અત્યાર સુધીમાં 1444 લોકોનામોતની પુષ્ટિ કરવામાં આવી છે. ભૂસ્તરશાસ્ત્રીઓનું કહેવું છે કે, મોટા ભૂકંપના આંચકા બાદ પણ તુર્કી અને સીરિયાના સરહદી વિસ્તારમાંલગભગ 100 ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

મોટી સંખ્યામાં લોકો દટાઈને મૃત્યુ પામ્યા
સોમવારના રોજ આવેલા ભૂકંપના આંચકાને કારણે તુર્કી અને સીરિયામાં ચાર હજારથી વધુ ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે. જેમાં મોટીસંખ્યામાં લોકો દટાઈને મૃત્યુ પામ્યા છે. WHOના વરિષ્ઠ અધિકારીઓનો અંદાજ છે કે, આ ભૂકંપમાં 20 હજારથી વધુ લોકોએ જીવગુમાવ્યા છે.

ભારત સહિત વિશ્વના ઘણા દેશોએ તુર્કી તરફ મદદનો હાથ લંબાવ્યો
રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. આ સાથે ભારત સહિત વિશ્વના ઘણા દેશોએ તુર્કી તરફ મદદનો હાથ લંબાવ્યો છે. ભારતે ડોગસ્ક્વોડ સાથે NDRFની બે ટીમોને તુર્કી (તુર્કીએ) મોકલી છે. આ ઉપરાંત મેડિકલ સામાન પણ મોકલવામાં આવ્યો છે.

વૈજ્ઞાનિકનું ટ્વીટ સોશિયલ મીડિયા પર વાયરલ
તુર્કીમાં ભૂકંપ(Turkey Earthquake) બાદ નેધરલેન્ડના એક વૈજ્ઞાનિકનું ટ્વીટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. હકીકતમાંઆ ટ્વીટમાં વૈજ્ઞાનિકે તુર્કીમાં મોટા ભૂકંપની ચેતવણી આપી હતી, જે સાચી નીકળી હતી.

શુક્રવારના રોજ ટ્વીટ કર્યું હતું
ઉલ્લેખનીય છે કે, ડચ વૈજ્ઞાનિક ફ્રેન્ક હુજેરબીટ્સ સોલસ સિસ્ટમ ભૂમિતિ સર્વેક્ષણ સંસ્થાના સંશોધક છે. તેમણે શુક્રવારના રોજ ટ્વીટ કર્યું હતુંકે, વહેલા કે મોડા મધ્ય તુર્કી અને જોર્ડન-સીરિયાના વિસ્તારમાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ આવી શકે છે.












Click it and Unblock the Notifications
