Turkey-Syria earthquake: તુર્કી-સીરિયામાં આવેલા વિનાશકારી ભૂકંપમાં મોતનો આંકડો પહોંચ્યો 24000ને પાર
તુર્કી અને સીરિયામાં આવેલા ભયાનક ભૂકંપમાં 6 દિવસ બાદ મોતનો આંકડો 24 હજારને પાર કરી ગયો છે અને હજુ પણ સંખ્યા વધે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
Turkey-Syria earthquake: તુર્કી અને સીરિયામાં આવેલા શક્તિશાળી ભૂકંપ બાદ આ બંને દેશોમાં મોતના આંકડા સતત વધી રહ્યા છે. અત્યાર સુધી સામે આવેલા આંકડા મુજબ સીરિયા અને તુર્કીમાં આ ભીષણ વિનાશના કારણે 24 હજારથી વધુ લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા મુજબ તુર્કી અને સીરિયામાં અત્યાર સુધી 24 હજાર લોકોના જીવ ગયા છે અને હજુ પણ આ સંખ્યા વધી શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

તમને જણાવી દઈએ કે તુર્કી અને સીરિયામાં આવેલા વિનાશક ભૂકંપને 6 દિવસ વીતી ગયા છે. આ બંને દેશોમાં રાહત અને બચાવ કાર્ય હજુ પૂર ઝડપે ચાલી રહ્યુ છે. શુક્રવારના રોજ તુર્કીના કહારનમારસમાં રાહત કામગીરી દરમિયાન ભૂકંપના કાટમાળમાંથી મોટી સંખ્યામાં બાળકોને બહાર કાઢવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે આ અઠવાડિયે યુરોપ નજીક પશ્ચિમ એશિયાના આ બે દેશોમાં 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપના 100 કલાક બાદ કાટમાળમાંથી લોકોને જીવતા શોધવાની આશા ખતમ થઈ રહી છે અને વધુ લોકો મૃત હાલતમાં બહાર આવી રહ્યા છે. તુર્કીમાં જ મૃત્યુઆંક 20 હજારની નજીક પહોંચી ગયો છે.












Click it and Unblock the Notifications
