For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચંદ્રમા સાથે ટકરાશે નાસાના બે યાન એબ અને ફ્લો

By Super
|
Google Oneindia Gujarati News

nasa
કેપ કેનવેરેલ, 16 ડિસેમ્બરઃ વોશિંગ મશીનના આકારના નાસાના બે યાન એબ અને ફ્લો પોતના સફળ અભિયાનના સમાપન પર સોમવારે ચંદ્રની ધરતી સાથે ટકરાશે. આ ટક્કરથી ચંદ્રની ધરતી સાથે જોડાયેલા કેટલાક રહસ્યો પરથી પડદો ઉઠી શકે છે. છેલ્લા એક વર્ષ દરમિયાન નાસાના આ યાનોથી ચંદ્રની આંતરિક ધરતી અંગે ઘણી મહત્વની જાણકારીઓ મળી છે.

બન્ને યાન 6120 કિમી પ્રતિ કલાકની ઝડપથી 20 સેકન્ડના અંતરે ચંદ્રની ધરતી સાથે ટકરાશે. આ યાન ચંદ્રના ઉત્તર ધ્રુવની ધરતી સાથે ટકરાશે. ભારતીય સમયાનુસાર સોમવારે સવારે 6.58 પર આ ટક્કર થશે. આ પૃથ્વી પરથી નહીં જોઇ શકાય. આ યાન સાથે જોડાયેલા સંયુક્ત અભિયાન ગ્રેવિટી રિકવરી એન્ડ ઇન્ટીરિયર લેબોરેટરી(ગ્રેલ)ના પ્રોજેક્ટ મેનેજર ડેવિડ લેહમેને જણાવ્યું કે એબ અને ફ્લોએ શુક્રવારે છેલ્લીવાર પોતાની સેવા આપી. હવે સોમવારની ટક્કરની તૈયારીમાં આ વૈજ્ઞાનિક ઉપકરણોને બંધ કરી દેવામાં આવશે.

ચંદ્રના ચક્કર લગાવી રહેલા એબ અને ફ્લોએ અત્યારસુધી ધરતીના ઉપગ્રહના આંતરિક ભાગની અત્યતં સ્પષ્ટ તસવીરો આફી છે. આ અભિયાનના પ્રથમ તબક્કામાં આ વર્ષે માર્ચથી મે વચ્ચે બન્નેએ ગ્રેવિટી મેપ(ગુરત્વ શક્તિમાં ઉતાર-ચઢાવના નકશા) આપ્યા હતા. તેનાથી ખબર પડી કે ચંદ્રની ધરતી આપણી માન્યતા કરતા વધારે ઉછળેલી અને ઉબડ-ખાબડ છે. અનુમાન લગાવવામાં આવ્યું છે કે આવું અરબો વર્ષ પહેલા ક્ષુદ્રગ્રહો કે ધૂમકેતુઓ ચંદ્રની ધરતી સાથે ટકરાયા ત્યારે થયું હશે.

English summary
Twin NASA spacecraft that have allowed scientists to learn more about the internal structure and composition of the Moon will end their gravity-mapping mission in spectacular way next week, crashing on the lunar surface.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X