For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોચી ઓલિમ્પિકમાં ટ્વિન ટૉયલેટ્સની તસવીરો થઇ વાયરલ!

|
Google Oneindia Gujarati News

સોચી, 23 જાન્યુઆરી: આ વખતે શિયાળુ ઓલિમ્પિક ગેમ્સ (રશિયા)માં યોજાનાર છે. પરંતુ આ કાર્યક્રમની ચર્ચા હવે કોઇ બીજા કારણે થઇ રહી છે. આજકાલ સોશિયલ મીડિયા પર ટૉયલેટની તસવીરો ધડાધડ શેર કરવામાં આવી રહી છે. એવા ટૉયલેટ જે સોચી ઓલિમ્પિક્સ માટે તૈયાર કરવામાં આવ્યા છે. ટૉયલેટ્સની તસવીરો એટલા માટે શેર કરવામાં આવી રહી છે કારણ કે આ ટ્વિન ટૉયલેટ્સ છે એટલે કે જુડવા ટૉયલેટ.

એક મીડિયા સંસ્થાના રિપોર્ટર વિંટર ઓલિમ્પિક્સ સ્થળની મુલાકાત માટે ગયા હતા. જ્યારે તેઓ બાથરૂમ યુઝ કરવા ગયા તો ચોંકી ગયા, આ પત્રકારે જોયું કે ટોયલેટ તો છે પરંતુ ટ્વિન્સ. આ પત્રકારે તાત્કાલિક તસવીર ખેંચી લીધી અને ટ્વિટર પર શેર કરી દીધા. અને ત્યારબાદ લોકોએ તેને શેર કરવાનું શરૂ કરી દીધું. અને જોતજોતામાં તે નેશનલ જોક બની ગયો.

બીજી બાજું આર-સ્પોર્ટ ન્યૂઝ એજન્સીના એડિટરે જણાવ્યું કે રશિયન સોકર સ્ટેડિયમ્સમાં આ પ્રકારના ટોયલેટ સ્ટાન્ડર્ડ છે. વાઇજલી કોનોવે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક ફોટો શેર કરી અને જણાવ્યું કે આ મોટી વાત નથી. તેમની શેર કરેલી તસવીરમાં બે યૂરિનલ્સ અને ત્રણ ટૉયલેટ્સ એક જ બાથરૂમમાં દેખાડવામાં આવ્યા છે.

toilet
ત્યારબાદ રશિયાના લોકોએ આ તસવીર પર જોરદાર જોક્સ કર્યા. લખવામાં આવ્યું કે સોચીને 'ટૈંડેમ' માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. ટૈંડેમ એ નામ છે જે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને વડાપ્રધાન ડી મેદવેદેવની જોડીને આપવામાં આવ્યું છે. એક બ્લોગરે તો ટૉયલેટની ઉપર બંને નેતાઓના ફોટા લગાવીને પ્રકાશીત કરી દીધા.

વિંટર સોચી ઓલિમ્પિકમાં સિક્યોરિટીને લઇને ખૂબ જ ચર્ચા છે, કહેવામાં આવી રહ્યું છે કે સિક્યોરિટી ખૂબ જ વધારે કડક રહેશે. તો એક જોક એવો પણ ચાલી રહ્યો છે કે બીજું ટોયલેટ સુરક્ષા અધિકારીઓ માટે છે.

જોકે આ સંપૂર્ણ મામલે સોચી ઓર્ગેનાઇજિંગ કમિટિ તરફથી કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. સોચી ઓલિમ્પિક્સ 7 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 23 ફેબ્રુઆરી સુધી ચાલશે.

English summary
Twins toilets photo at sochi olympics goes viral in Social media.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X