Twitter Down : ટ્વિટર ડાઉન થયા બાદ ફરીથી શરૂ થયુ, યુઝર્સને રેટ લિમિટ એક્સીટના મેસેજ દેખાયા

વધુ એક વખત ટ્વિટર ડાઉન થતા સોશિયલ મીડિયા પર બબાલ મચી હતી. જો કે હવે સેવા ફરીથી શરૂ થઈ ગઈ છે. ટ્વિટર ડાઉન થતા યુઝર્સને રેટ લિમિટ એક્સીટ લખેલા મેસેજ જોવા મળ્યા હતા.

Twitter Down

બીજી તરફ ટ્વિટર ડાઉન થતા યુઝર્સને લાંબા સમય સુધી પરેશાનીનો સામનો કરવો પડ્યો. યુઝર્સ આ બાબતે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ ચર્ચા કરતા જોવા મળ્યા. અહેવાલો અનુસાર, કેટલાક યુઝર્સે ફરિયાદમાં લખ્યું કે, યુએસ પ્રમુખપદની ચૂંટણી 2024માં રિપબ્લિકન્સની હાર વિશે સર્ચ કરવા પર રેટ લિમિટ સાથેનો મેસેજ આવી રહ્યો છે.

જણાવી દઈએ કે, એલોન મસ્કની એન્ટ્રી બાદ વેરિફાઈડ હેન્ડલ માટે 8 ડોલર ચાર્જ કરવા ઉપરાંત ઘણી નવી બાબતોને કારણે પણ સમાચારમાં રહ્યું છે. મસ્કના આગમન પછી ટ્વિટરના મોટાભાગના જૂના ટોચના કર્મચારીઓએ કંપની છોડી દીધી છે.

અહીં એ પણ જાણવુ જરૂરી છે કે, જ્યારથી એલોન મસ્કે કમાન સંભાળી છે ત્યારથી રોજે રોજ મુશ્કેલીભર્યા સમાચાર ટ્વિટર પરથી આવતા રહે છે. મસ્ક હાલમાં ટ્વિટરના ચીફ ટેકનિકલ ઓફિસર તરીકે કાર્યભાર સંભાળી રહ્યા છે.

હાલમાં જ એલોન મસ્કે ટ્વિટર જેવું બીજું પ્લેટફોર્મ વિકસાવવાની જાહેરાત કરી હતી. સીઈઓનું પદ છોડ્યા બાદ તેમણે મહિલા અનુગામીને ચાર્જ સોંપ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X