ટ્વિટરે 10 લાખ કરતા પણ વધારે એકાઉન્ટ સસ્પેન્ડ કર્યા

Posted By:
Subscribe to Oneindia News

ટ્વિટરે ગુરુવારે જણાવ્યું હતું કે તેમને 10 લાખ કરતા પણ વધારે એકાઉન્ટ સસ્પેન્ડ કર્યા છે. ટ્વિટરે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે સસ્પેન્ડ કરવામાં આવેલા એકાઉન્ટ સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ આતંકવાદને વધારો આપવા માટે કરી રહ્યા હતા. ટ્વિટરની લેટેસ્ટ ટ્રાન્સપરન્સી રિપોર્ટમાં આતંકવાદ પ્રોમોશન નિયમોનું ઉલ્લંગન કરવાને કારણે ગયા વર્ષે જુલાઈ અને ડિસેમ્બર વચ્ચે 2,74,460 જેટલા એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ટ્વિટર ઘ્વારા પોતાના નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે તેઓ સતત સકારાત્મક કાર્યો તરફ કામ કરી રહ્યા છે, જેના કારણે આ પ્લેટફોર્મને આતંવાદી ગતિવિધિઓથી રોકવામાં આવે.

twitter

દુનિયાભર ની સરકારો ઘ્વારા ટ્વિટર પર દબાવ બનાવવામાં આવ્યો હતો કે તેઓ જેહાદીઓ અને હિંસાને પ્રોમોટ કરતા એકાઉન્ટ વિરુદ્ધ કાર્યવાહી કરે. એટલું જ નહીં પરંતુ ટ્વિટર પર દબાણ હતું કે તેઓ આ પ્લેટફોર્મને એક ફ્રી સ્પીચ રૂપે ચાલુ રાખે પરંતુ ખતરનાક ગતિવિધિ પણ રોકે. ટ્વિટર ઘ્વારા પોતાની 6 મહિનાની રિપોર્ટિંગમાં 93 ટકા એવા એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે જેઓ આતંકી ગતિવિધિ સાથે જોડાયેલા હતા.

ટ્વિટર ઘ્વારા સાથે સાથે ચિંતા પણ દર્શાવવામાં આવી કે ઘણા દેશોમાં ફ્રીડમ ઓફ એક્સપ્રેશન એક ખતરો બની રહ્યો છે.

પોતાની રિપોર્ટમાં ટ્વિટર ઘ્વારા જણાવવામાં આવ્યું કે દુનિયાભર ના દેશોમાં જોરદાર ફ્રીડમ ઓફ સ્પીચનો પ્રભાવ જોવા મળી રહ્યો છે. હ્યુમન રાઈટ્સ રિપોર્ટ ઘ્વારા જણાવવામાં આવ્યું કે ઘણી સરકારો ઓનલાઇન સ્પીચ પર નજર રાખી રહી છે. એટલું જ નહિ પરંતુ સોશ્યિલ મીડિયા કંપની પર સેન્સર માટે દબાવ બનાવી રહી છે.

English summary
Twitter suspends over 1 million accounts for promotion of terrorism.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.