કરાંચી એરપોર્ટ પર આતંકી હુમલામાં બે ચીનીના મોત, ચીને આપી પાકિસ્તાનને ધમકી

Terrorist Attack at Karachi Airport: પાકિસ્તાનમાં આતંકી હુમલામાં સતત વધારો થઈ રહ્યો છે. આ વચ્ચે કરાંચી એરપોર્ટની બહાર એક ટેંકરમાં બોમ્બ વિસ્ફોટ થયો હતો. જેમાં 2 ચીની નાગરિકોના મોત થયા છે. જે કારણે ચીને આ ઘટનાની નિંદા કરી છે.

ચીને આને આતંકીવાદી હુમલો ગણાવ્યો છે. આ સાથે ચીન દ્વારા આ હુમલાના આરોપીઓ માટે સખત સજાની માંગ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, આ હુમલામાં ચાર એરપોર્ટ સુરક્ષા ગાર્ડ સહિત 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

ચીન દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, પાકિસ્તાનમાં ચીની દૂતાવાસ અને કોન્સ્યુલેટ જનરલ આ આતંકવાદી હુમલાની સખત નિંદા કરે છે. બંને દેશોના નિર્દોષ પીડિતો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરે છે.

પાકિસ્તાનમાં ચીની દૂતાવાસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પોર્ટ કાસિમ ઈલેક્ટ્રીક પાવર કંપની (પ્રાઈવેટ) લિમિટેડના ચીની કર્મચારીઓને લઈ જઈ રહેલા કાફલા પર રાત્રે લગભગ 11 કલાકે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં બે ચાઈનીઝ માર્યા ગયા હતા. આ સાથે અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા.

terrorist attack at Karachi airport

ચીની દૂતાવાસે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, પાકિસ્તાની જાનહાનિ પણ થઈ હતી. આ વિસ્ફોટ આતંકવાદી હુમલો છે.

ચીન આ પછીની ઘટનાનો સામનો કરવા માટે પાકિસ્તાન સાથે મળીને કામ કરી રહ્યું છે. કડક કાર્યવાહી માટે તૈયાર રહેવાની વાત પણ ચીનના નિવેદનમાં કરવામાં આવી છે.

ચીન દ્વારા ગુનેગારોને સજા આપવા માટે સંપૂર્ણ તપાસની માંગ કરવામાં આવી છે. ચીન દ્વારા વર્તમાન સમયમાં પાકિસ્તાનમાં રહેતા પોતાના નાગરિકોને સલામત અને સાવચેત રાખવાની સલાહ આપી છે.

અલગતાવાદી જૂથ બલૂચ લિબરેશન આર્મીએ દાવો કર્યો છે કે, વિસ્ફોટ તેમના દ્વારા વાહન-જન્ય ઇમ્પ્રુવાઇઝ્ડ વિસ્ફોટક ઉપકરણનો ઉપયોગ કરીને કરવામાં આવેલ હુમલો હતો, જેમાં એન્જિનિયર્સ સહિત ચીની નાગરિકો માર્યા ગયા હતા.

બલૂચ લિબરેશન આર્મી અફઘાનિસ્તાન અને ઈરાનની સરહદે આવેલા બલુચિસ્તાન પ્રાંત માટે સ્વતંત્રતા માંગે છે. ઓગસ્ટમાં, તેણે પ્રાંતમાં સંકલિત હુમલા કર્યા હતા, જેમાં 70 થી વધુ લોકો માર્યા ગયા હતા.

બલૂચ લિબરેશન આર્મી ખાસ કરીને ચીની નાગરિકો અને પ્રોજેક્ટ્સને નિશાન બનાવે છે, ખાસ કરીને અરબી સમુદ્ર પરના ગ્વાદરના વ્યૂહાત્મક બંદરને નિશાન બનાવે છે.

બલૂચ લિબરેશન આર્મી કહે છે કે, ચીન તેમના સંસાધનો છીનવી રહ્યું છે. બલૂચ લિબરેશન આર્મીએ આ પ્રદેશમાં અનેક ચીની નાગરિકોની હત્યા કરી છે, અને કરાંચીમાં બેઇજિંગના કોન્સ્યુલેટ પર પણ હુમલો કર્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X