નેપાળઃ 28,169 ફૂટ ઉંચે માઉન્ટ કંચનજંગા પર બે ભારતીય પર્વતારોહકોના મોત
નેપાળ સ્થિત માઉન્ટ કંચનજંગા પર બે ભારતીય પર્વતારોહીઓના મોતના સમાચાર છે. એક અભિયાન દળના આયોજકો તરફથી આ વાતની જાણકારી આપવામાં આવી છે.
નેપાળ સ્થિત માઉન્ટ કંચનજંગા પર બે ભારતીય પર્વતારોહકોના મોતના સમાચાર છે. એક અભિયાન દળના આયોજકો તરફથી આ વાતની જાણકારી આપવામાં આવી છે કે બંને ભારતીયોએ એ સમયે દમ તોડી દીધો જ્યારે તેમને રેસ્ક્યુ કરવાની કોશિશો થઈ રહી હતી. કાઠમંડુમાં પીક પ્રમોશનના પસાંગ શેરપા તરફથી કહેવામાં આવ્યુ છે કે બંને ભારતીયોમાંથી એકે દુનિયાની ત્રીજી સૌથી ઉંચી ટોચને ફતેહ કરી લીધી હતી. જ્યારે બીજા પર્વતારોહકની રસ્તામાં તબિયત ખરાબ થઈ ગઈ હતી અને તેણે દમ તોડી દીધો.

ત્રીજો સૌથી ઉંચો પહાડ પર્વતારોહીઓની ઓળખ
48 વર્ષીય બિપ્લવ બેદ અને 46 વર્ષના કુંતલ કરાર તરીકે થઈ છે. બંનેની તબિયત એ સમયે બગડી ગઈ જ્યારે તે 8,586 મીટરની નજીક હતા. બંનેને નીચે કેમ્પમાં લાવવાની કોશિશ કરવામાં આવી. અહીંથી તેમને રેસ્ક્યુ હેલીકોપ્ટરથી મોકલવાની તૈયારી હતી. નેપાળમાં આ પર્વતારોહકોની સિઝન હોય છે અને દર વર્ષે હજારો પર્વતારોહકો અહીં પહોંચે છે. માર્ચમાં શરૂ થઈને આ સિઝન મેના અંતમાં ખતમ થઈ જાય છે.
કંચનજંગા દુનિયાનો ત્રીજો સૌથી ઉંચો પહાડ છે અને આ 8,586 મીટર એટલે કે 28,169 ફૂટની ઉંચાઈ પર સ્થિત છે. હિમાલય ક્ષેત્રમાં સ્થિત કંચનજંગાના પશ્ચિમમાં તામુર નદી વહે છે તો ઉત્તરમાં લોહનક ચૂ અને જોંગસાંગ લા છે. વળી તેની પૂર્વમાં તીસ્તા નદી છે. કંચનજંગા નેપાળ અને ભારત વચ્ચે છે અને આની પાંચ ચોટી છે. જ્યાં મુખ્ય, મધ્ય અને દક્ષિણ ચોટી ભારત અને નેપાળની બોર્ડર પર જ સ્થિત છે. વળી બે પશ્ચિમ અને કાંગબાછેન નેપાળના તાપલેજંગ જિલ્લામાં છે.












Click it and Unblock the Notifications
