અમેરિકી આર્મીના બે હેલિકોપ્ટર સામસામે ટકરાયા, 9 લોકોના મોત

helicopters

અમેરિકાના કેન્ટુકીમાં તાલીમ દરમિયાન બે બ્લેક હોક હેલિકોપ્ટર અથડાયા હોવાના અહેવાલ છે. આ ઘટનામાં તેમાં સવાર 9 લોકોના મોતની આશંકા છે. સ્થાનિક ગવર્નર એન્ડી બેશિયરે આ બાબતે માહિતી આપતા જણાવ્યુ કે, આ ફોર્ટ કેંપબૈલથી આ દુખદ સમાચાર છે. યુએસ સૈન્ય બ્લેક હોક હેલિકોપ્ટર કેન્ટુકી-ટેનેસી બોર્ડર પરના બેઝ પર ડાઉનટાઉન નેશવિલથી 60 માઇલ ઉત્તર-પશ્ચિમમાં અથડાયા છે. આ અમેરિકાની 101મી એરબોર્ન રેજિમેન્ટ અને 160મી સ્પેશિયલ ઓપરેશન્સ એવિએશન રેજિમેન્ટનો બેઝ છે. અહીં નિયમિત તાલીમ દરમિયાન આ ભયાનક દુર્ઘટના બની છે.

દુર્ઘટના બાદ એક સ્થાનિકે WKDZ રેડિયોને જણાવ્યુ કે, બંને હેલિકોપ્ટર ખૂબ જ નીચે આવી ગયા હતા અને ઉપર ઉડતી વખતે અચાનક ધડાકો થયો. અન્ય એક વ્યક્તિએ જણાવ્યું કે વિસ્ફોટ પછી તરત જ અમે તે સ્થળે પહોંચ્યા જ્યાં તો બે હેલિકોપ્ટરને સળગતા જોયા.

ટ્રિગ કાઉન્ટીના જેલર જેમ્સ હ્યુજેસે રેડિયો સ્ટેશનને જણાવ્યું કે, તે ઘટનાસ્થળથી લગભગ અડધો માઇલ દૂર હતા અને તેણે અકસ્માત સાંભળ્યો અને પછી તે ઘટનાસ્થળે ગયા. ફોર્ટ કેંપબૈલના પ્રવક્તા નોન્ડિસ થુરમેને પુષ્ટિ કરી છે કે, અકસ્માત 68 નજીક ટ્રિગ કાઉન્ટીમાં બુધવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ થયો હતો. એરક્રાફ્ટ બે બ્લેક હોક હેલિકોપ્ટર હતા, જે 101મા એરબોર્ન ડિવિઝન દ્વારા સંચાલિત હતા. ક્રૂ મેમ્બર્સ નિયમિત તાલીમ મિશન દરમિયાન વિમાન ઉડાવી રહ્યા હતા ત્યારે આ ઘટના બની. ઘટનામાં 9 લોકો માર્યા હોવાની શક્યતા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X