For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Warplanes Crash : ડલાસમાં બે લડાકુ વિમાન હવામાં ટકરાયા, જુઓ વીડિયો

Warplanes Crash : ડલાસમાં બે વિન્ટેઝ વોરશીપ અથડાયા હતા. આ દુર્ઘટનામાં ક્રેશમાં છ લોકોના મોત થયા હોવાની શંકા છે. કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલયના સુત્રોએ જણાવ્યા અનુસાર આ દુર્ઘટના ટેક્સસના ડલાસ શહેરમાં એક એર શો દરમિયાન થઇ હતી.

|
Google Oneindia Gujarati News

Warplanes Crash : ડલાસમાં બે વિન્ટેઝ વોરશીપ અથડાયા હતા. આ દુર્ઘટનામાં ક્રેશમાં છ લોકોના મોત થયા હોવાની શંકા છે. કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલયના સુત્રોએ જણાવ્યા અનુસાર આ દુર્ઘટના ટેક્સસના ડલાસ શહેરમાં એક એર શો દરમિયાન થઇ હતી.

સર્જાયો ભયનો માહોલ

સર્જાયો ભયનો માહોલ

સ્થળ પર હાજર એન્થોની મોન્ટોયાએ બંને વિમાનોને ટકરાતા જોયા હતા. આ અંગે એન્થોની જણાવે છે કે, તેણે જોયું કે, આકાશમાં બે વિમાનો ટકરાયા હતા. આગળ કહ્યું કે હું સંપૂર્ણ આઘાતમાં ગયો હતો અને હું માની શકતો નથી કે, આવી ઘટના બની છે. હું મારા મિત્ર સાથે એર શો જોવા માટે ગયો હતો. વિમાનો અથડાતાની સાથે જ ચારે બાજુ અરાજકતા ફેલાઈ ગઈ હતી અને કેટલાક લોકો બૂમો પાડી રહ્યા હતા.

બપોરે બની હતી દુર્ઘટના

બપોરે બની હતી દુર્ઘટના

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્લેન ક્રેશની જાણ થતાં જ ઈમરજન્સી ક્રૂએ તાત્કાલિક ક્રેશ સ્થળ પર કામ કરવાનું શરૂ કરી દીધું હતું. કેટલાકવીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, પ્લેનનો કાટમાળ એક જગ્યાએ પડ્યો છે અને વર્કર્સ કાટમાળ હટાવી રહ્યા છે.

ફેડરલ એવિએશનએડમિનિસ્ટ્રેશને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, બોઇંગ B-17 ફ્લાઇંગ ફોર્ટ્રેસ અને બેલ P-63 કિંગકોબ્રા લગભગ 1:20 કલાકે (સ્થાનિકસમય અનુસાર) અથડાયા હતા અને ક્રેશ થયા હતા. આ અથડામણ સ્મારક એર ફોર્સ વિંગ્સ ઓવર ડલાસ શો દરમિયાન થઈ હતી.

યુએસ એરફોર્સે એરક્રાફ્ટનો કર્યો હતો ઉપયોગ

બી-17 એ ચાર એન્જિનનું મોટું બોમ્બર એરક્રાફ્ટ છે. જેનો ઉપયોગ યુએસ એરફોર્સે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન કર્યો હતો. બીજી બાજુ, કિંગકોબ્રા, એક અમેરિકન ફાઇટર એરક્રાફ્ટ છે, જેનો ઉપયોગ મોટાભાગે યુદ્ધ દરમિયાન સોવિયેત દળો સામે કરવામાં આવ્યો હતો.

બોઇંગકંપનીના જણાવ્યા મુજબ, બીજા વિશ્વયુદ્ધના અંતે મોટાભાગના B-17 એરક્રાફ્ટને સ્ક્રેપ કરવામાં આવ્યા હતા, અને માત્ર થોડા જ બાકી છે, જેએર શો અથવા મ્યુઝિયમોમાં પ્રદર્શિત થાય છે.

English summary
Two Warplanes Crashed mid-air in Dallas, watch video
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X