For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિયેતનામમાં 'ડામરે' તોફાને વેર્યો વિનાશ, 106નું મૃત્યુ

વિયેતનામમાં આવેલા ડામરે તોફાનના કારણે તારાજી સર્જાઇ છે. અત્યાર સુધીમાં 160થી પણ વધારે લોકોના મોત થઈ ગયા છે. આ અંગે વધુ વાંચો અહીં.

By Shachi
|
Google Oneindia Gujarati News

વિયેતનામમાં ડામરે તોફાનને કારણે અત્યાર સુધીમાં 106 લોકોનું મૃત્યુ થયું છે. ઘાયલોની સંખ્યા 200ની આસપાસ પહોંચી છે અને 25 લોકો ગુમ થયા છે. વિયેતનામમાં ગત અઠવાડિયે આ તોફાન શરૂ થયું હતું, આ તોફાને હાલ આખા વિયેતનામમાં વિનાશ વેર્યો છે. સમાચાર એજન્સિ સિન્હુઆ અનુસાર, 'ડામરે'ને કારણે 2 હજારથી વધુ ઘરો નષ્ટ થઇ ગયા છે અને લગભગ 12 હજાર ઘર ક્ષતિગ્રસ્ત છે. આ સાથે જ 1231 મત્સ્ય વહાણો અને હોડીઓ ડૂબી ગઇ છે. 43,300 પશુઓનું મૃત્યુ થયું છે.

Vietnam

વિયેતનામમાં તોફાન ઉપરાંત સતત વરસાદ પણ વરસી રહ્યો છે. આ કારણે સમગ્ર દેશના મોટાભાગના શહેરોમાં પૂરની પરિસ્થિતિ ઊભી થઇ છે. આ કુદરતી આફતને કારણે હજારો લોકો પોતાનું ઘર છોડી સ્થાળાંતરિત થવા મજબૂર થયા છે. આ ઉપરાંત ભૂસ્ખલનમાં પણ અનેક લોકો મૃત્યુ પામ્યા હોવાના સમાચાર છે. 'ડામરે' તોફાનની સૌથી વધુ અસર વિયેતનામના દક્ષિણ અને મધ્ય ક્ષેત્રમાં જોવા મળી છે. દનાંગ શહેર સહિત બહારના વિસ્તારો અને વિયેતનામના દક્ષિણ-મધ્ય ક્ષેત્રના કોસ્ટલ વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે.

English summary
Typhoon Damrey kills 106 and 200 injure in Vietnam. Raed About more Detail.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X