UK Election Result 2024 : બ્રિટનના પીએમને કેટલો પગાર મળે છે? જાણો બીજી સુવિધાઓ વિશે
UK Election Result 2024 : બ્રિટનમાં ઋષિ સુનકની પાર્ટીને હરાવીને લેબર પાર્ટીએ ચૂંટણી જીતી લીધી છે. હવે બ્રિટનને નવા વડાપ્રધાન મળવા જઈ રહ્યાં છે.
બ્રિટનમાં લેબર પાર્ટીએ 650 સીટના હાઉસ ઓફ કોમન્સમાં 410 સીટો જીતી છે. અહીં બહુમત માટે 326 સીટો જરૂરી છે પરંતુ લેબર પાર્ટીએ 410 સીટો જીતી છે.

ઋષિ સુનકની કન્ઝર્વેટિવ પાર્ટી 119 સીટો સુધી સીમિત રહી છે. છેલ્લી 2019ની ચૂંટણીની વાત કરીએ તો કન્ઝર્વેટિવ પાર્ટીએ 250 સીટો ગુમાવી છે. બ્રિટનમાં સુનક બાદ હવે લેબર પાર્ટીના કીર સ્ટારર દેશના આગામી વડાપ્રધાન બનશે.
યુકેના આગામી વડાપ્રધાન તરીકે કીર સ્ટારમરના નામની જાહેરાત કરવામાં આવી છે. ટૂંક સમયમાં તેઓ વડાપ્રધાન તરીકે શપથ લેશે. મતદાનના પરિણામો બાદ તેમણે મતદારોનો આભાર માન્યો.
આ સ્થિતિમાં જો તમે વિચારી રહ્યા હોવ કે સ્ટારરને વડાપ્રધાન તરીકે કેટલો પગાર મળશે તો અમે તમારા માટે સંપૂર્ણ માહિતી લઈને આવ્યા છીએ.
છેલ્લા કેટલાક સમયથી વડાપ્રધાનના પગારને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. પૂર્વ વડાપ્રધાન બોરિસ જોન્સને જે રીતે કહ્યું હતું કે તેમને તેમના ખર્ચનું સંચાલન કરવામાં મુશ્કેલી આવી રહી છે. જો કે વડાપ્રધાનને બે અલગ-અલગ અને ખૂબ મોટા પગાર મળે છે.
સાંસદ તરીકે વડાપ્રધાનને દર મહિને 91346 પાઉન્ડનો પગાર મળે છે, આ સાથે જ વડાપ્રધાન તરીકે તેમને દર મહિને 80807 પાઉન્ડનો પગાર મળે છે.
આ સ્થિતિમાં વડાપ્રધાનને દર મહિને 172147 પાઉન્ડ મળે છે. જ્યારે ભારતના વડાપ્રધાનને દર મહિને 1.66 લાખ રૂપિયાનો પગાર મળે છે.
વડાપ્રધાને કોઈપણ સામાન્ય નાગરિકની જેમ કર ચૂકવવો પડે છે અને રાષ્ટ્રીય વીમો લેવો પડે છે. આ સાથે વડાપ્રધાનને અનેક સુવિધાઓ પણ મળે છે. વડાપ્રધાન 10 ડાઉનિંગ સ્ટ્રીટ સ્થિત પીએમ આવાસમાં રહે છે. તેમને કાર અને એરક્રાફ્ટની સુવિધા મળે છે.












Click it and Unblock the Notifications
