UK General Elections 2024 : યુકે ચૂંટણીના પરિણામો ક્યારે આવશે? જાણો ઋષિ સુનકના જીતવાના કેટલા ચાન્સ?
UK General Elections 2024 : યુકે ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. આ ચૂંટણીમાં દુનિયાભરની નજર ભારતીય મુળના ઋષિ સુનક પર છે
આ ચૂંટણી પહેલાના ઓપિનિયન પોલ્સે કન્ઝર્વેટિવ્સ પાર્ટી અને ઋષિ સુનકના હારવાની સંભાવના વ્યક્ત કરી છે ત્યારે હવે પરિણામની રાહ જોવાઈ રહી છે.

ઓપિનિયન પોલમાં લેબર પાર્ટીને 650માંથી 400થી વધુ સીટો આપવામાં આવી છે. ઋષિ સુનક વિશે એવા અહેવાલ છે કે તેમણે તેમના સલાહકારો સામે પોતાની બેઠક ગુમાવવાનો ભય વ્યક્ત કર્યો છે.
UK સામાન્ય ચૂંટણી 2024ના મોટાભાગના મતવિસ્તારોના પરિણામો શુક્રવારે સવાર સુધીમાં અપેક્ષિત છે. સરકાર બનાવવા માટે પાર્ટીને હાઉસ ઓફ કોમન્સમાં 326 સીટોની બહુમતીની જરૂર છે.
અંદાજ છે કે, અંતિમ પરિણામો સવારે 6 થી સવારે 7 (શુક્રવારે IST સવારે 10:30 થી 11:30 વાગ્યા સુધી) ની વચ્ચે આવશે. મતપત્રો અથવા પુનઃગણતરી ચકાસવામાં અને ગણતરીમાં વિલંબ જેવી સમસ્યાઓથી સમય પ્રભાવિત થઈ શકે છે. ભારતમાં શુક્રવાર બપોર સુધીમાં બ્રિટિશ સંસદની તમામ 650 બેઠકો માટે પરિણામો આવી જશે.
જણાવી દઈએ કે, 2016 માં યુરોપિયન યુનિયન છોડવા માટે મતદાન કર્યા પછી બ્રિટન આર્થિક ઉથલપાથલથી ઘેરાયેલું છે. હાલમાં બ્રિટિશ મતદારો માટે સૌથી મોટી ચિંતા તેમનું કથળતું જીવનધોરણ છે.
ઓક્ટોબર 2022માં 11.1%ની ટોચે પહોંચ્યા બાદ મે મહિનામાં ફુગાવાનો દર ઘટીને 2% થઈ ગયો છે. જો કે લોકોની આવકમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને જુલાઈ 2021 થી ખાદ્યપદાર્થોના ભાવ 20 ટકાથી વધુ રહ્યા છે.
આ કન્ઝર્વેટિવ સરકાર આધુનિક બ્રિટીશ ઇતિહાસની પ્રથમ સરકાર છે જેણે બ્રિટિશ લોકોની આજીવિકા પહેલા કરતાં વધુ ખરાબ કરી છે.












Click it and Unblock the Notifications
