For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

UKની પીએમ થેરેસા મેએ રાજીનામું આપ્યું, બ્રેક્ઝિટ પર રહ્યાં નિષ્ફળ

UKની પીએમ થેરેસા મેએ રાજીનામું આપ્યું, બ્રેક્ઝિટ પર રહ્યાં અસફળ

|
Google Oneindia Gujarati News

લંડનઃ યૂનાઈટેડ કિંગ્ડમના પીએમ થેરેસા મેએ શુક્રવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું. આગલા નેતા ચૂંટાય ત્યાં સુધી તેઓ આ પદ પર રહેશે. માનવામાં આવી રહ્યું છે કે સાત જૂને નવા નેતાનું એલાન થઈ જશે અને ત્યાં તેમની જવાબદારની નિભાવશે. થેરેા મેની આંખોમાં આંસુ હતાં અને તેમણે આ વાત સ્વીકારી કે તેમનો બ્રેક્ઝિટ પ્લાન પૂરી રીતે અસફળ સાબિત થયો. પીએમે એક ઈમોશનલ નિવેદન સાથે ડાઉનિંગ સ્ટ્રીટ છોડવાનું એલાન કર્યું છે. થેરેસા મેએ રાજીનામું આપવાનો ફેસલો કંજર્વેટિવ પાર્ટીના મુખ્ય સર ગ્રાહમ બ્રાડી સાથે મુલાકાત કર્યા બાદ લીધો. તેમણે બંધ રૂમમાં પોતાના સ્ટાફને પદ છોડવાની જાણકારી આપી.

theresa may

થેરેસા મેએ કહ્યું કે મારાથી થતું બધું જ કર્યું. આ મારા માટે પછતાવાની જેમ છે અને હંમેશા રહેશે કે હું બ્રેક્ઝિટ પર સારું પરિણામ અપાવવામાં નિષ્ફળ રહી. તેમના પતિ ફિલીપ ત્યાં જ હાજર હતા અને તેમને જોઈ રહ્યા હતા. થેરેસા મે એટલી હદે ઈમોશનલ થયાં હતાં કે તેઓ કંઈ બોલી જ નહોતા શકતાં અને તેમની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તેમણે ઈમોશનલ થતાં કહ્યું કે દેશની સેવા કરવા પર તેમને ભારે ગર્વ છે. તેમણે જણાવ્યું કે સાત જૂનના રોજ તેઓ પાર્ટીના નેતા તરીકે પોતાનું રાજીનામું સોંપી દેશે. સાથે જ એ વાતની સંભાવના પણ વધી ગઈ છે કે પાર્ટી જુલાઈના અંત સુધી નવા નેતાને ચૂંટશે. તેમણે માન્યું કે હવે બીજા કોઈ બ્રેક્ઝિટ પર સારાં પરિણામ આપવાની કોશિશ કરે. થેરેસા મેએ હાઉસ ઑફ કૉમન્સ દ્વારા ઈયૂ ડીલને સફળતા સુધી પહોંચાડવાની કોશિશ કરી હતી. પરંતુ તેમનું આ પગલું જ તેમના માટે મુસીબત બની ગયું. કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્ય જ તેમની વિરુદ્ધ થઈ ગયા અને તેમની દીકરી થેરેસા મેની વિરુદ્ધ વિરોધની સ્થિતિ બનવા લાગી. થેરેસા મેએ સાંદોને ઈયૂ પર બીજો જનમત સંગ્ર કરાવવાની રજૂઆત કરી હતી.

આ પણ વાંચો- ઇમરાન ખાનની ભૂલથી કંગાલ થયું પાકિસ્તાન, કરોડો રૂપિયા પાણીમાં વહી ગયા

English summary
UK Prime Minister Theresa May has resigned and admitted that she failed to deliver Brexit.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X