રશિયા સાથે લડવા માટે અમને એકલા છોડી દીધાઃ યુક્રેન

યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમિર ઝેલેન્સ્કીએ રશિયાના હુમલા બાદ દુનિયાભરના દેશોના વલણને લઈને નિરાશા વ્યક્ત કરી છે.

કીવઃ યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમિર ઝેલેન્સ્કીએ રશિયાના હુમલા બાદ દુનિયાભરના દેશોના વલણને લઈને નિરાશા વ્યક્ત કરી છે. તેમણે કહ્યુ કે રશિયા સાથે લડવા માટે અમને એકલા છોડી દીધા છે. એક તરફ જ્યાં ઝેલેન્સ્કી દુનિયાભરના દેશોને રશિયાના હુમલા સામે મદદની પોકાર કરી રહ્યા છે ત્યાં બીજી તરફ યુરોપીય દેશ અને અમેરિકા રશિયા સામે પ્રતિબંધ લગાવવાની વાત કરી રહ્યા છે. કઈ પણ દેશે હજુ સુધી સૈન્ય મદદ માટે હાથ આગળ વધાર્યો નથી. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યુ કે અમે રશિયા પર વધુ પ્રતિબંધ લગાવવાની તૈયારી કરી રહ્યા છે.

ukraine

તમને જણાવી દઈએ કે ગુરુવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને યુક્રેનમાં સૈન્ય ઑપરેશનનુ એલાન કર્યુ હતુ ત્યારબાદ રશિયાની સેનાએ યુક્રેન પર હુમલો કરી દીધો. અત્યાર સુધી આ હુમલામાં 137 લોકો માર્યા ગયાના સમાચાર છે. રશિયાએ યુક્રેનમાં ચેર્નોબિલમાં સ્થિત ન્યૂક્લિયર સાઈટ પર નિયંત્રણ મેળવી લીધુ છે. રશિયાના હુમલા બાદ યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યુ હતુ કે એક નવી લોખંડની દિવાલ ઉભી થઈ રહી છે, મારી જવાબદારી છે કે મારો દેશ પશ્ચિમની તરફ રહે. તેમણે કહ્યુ કે રશિયાના હુમલામાં 137 યુક્રેનના નાગરિકોના મોત થઈ ગયા છે જેમાં સૈનિક અને સામાન્ય નાગરિક બંને શામેલ છે.

રશિયાના હુમલા બાદ પશ્ચિમી દેશોએ રશિયા પર ઘણા પ્રતિબંધ લગાવ્યા છે. રશિયાની બેંકો પર પ્રતિબંધ લગાવ્યા છે. અમેરિકાએ રશિયા સાથે હાઈ-ટેક નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે પરંતુ નાટો દેશોએ યુક્રેનની અંદર સેના ન મોકલી. અમેરિકાએ નાટો હેઠળ 7000 વધુ સૈનિકોને યુરોપમાં મોકલ્યા છે. આ આખા યુદ્ધમાં અત્યાર સુધી એક લાખ લોકો પોતાના ઘરમાંથી બેઘર થઈ ચૂક્યા છે. યુનાઈટેડ નેશન્સનો દાવો છે કે બૉર્ડર પર પોલેન્ડ, હંગેરી, મોલડોવામાં વિસ્થાપિત પરિવાર શરણ લેવા પહોંચી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X